વ્યવસાયે પ્રાથમિક શિક્ષક હોવાથી વાંચન તો ફરજીયાત હોવું જ જોઈએ. વળી પિતા તરફથી વાંચન વારસામાં મળ્યું છે. પણ લેખન માટે ક્યારેય વિચાર્યું ન હતું. પહેલું સહિયારું સંપાદન ‘સ્ત્રીઆર્થ-૫’માં જોડાઈને કર્યું. ‘સ્ત્રીઆર્થ’ના પ્રણેતા પ્રતિભા ઠક્કરના પરિચયમાં આવ્યા પછી સમજાયું કે લેખનમાં સામાજિક નિસબત તો હોવી જ જોઈએ. એ પછી આ નવલકથા રચાઈ. સાહિત્યનું કામ ભલે ઉપદેશ આપવાનું ન હોય, છતાં વાસ્તવિકતા ઉજાગર કરવાનું હોવું જોઈએ. એક સહિયારી નવલકથા શોપિઝનનાં માધ્યમથી પ્રકાશિત થયા પછી આ બીજી નવલકથા પ્રકાશિત થવા બદલ ગર્વની લાગણી અનુભવું છું. લેખન અંગે માર્ગદર્શન તથા સાથ આપનાર દરેકની ઋણી રહીશ...
પાર્થ – એક પ્રેમી, મિત્ર, પતિ હતો છતાં...
અનિકેત સાથે એક છત નીચે, એક પથારીમાં અજાણ્યાની જેમ રહેતી એક સ્ત્રીની ગાથા...
એ સ્ત્રી અનુભવોને કેનવાસ પર ઉતારે છે. પીંછી ને રંગો એના સૌથી ગમતા સાધનો છે. એ સંવેદનાઓને જીવે છે. સ્ત્રીઓની સંવેદનાઓ ખુદમાં અનુભવે છે. વેદનાઓ પણ અને ચિત્કાર, ચીસો, દબાયેલા અવાજો, ઊછળતો વિરોધ પણ…
આ એ સ્ત્રીની કથા છે જે જે ફેમિનિસ્ટ ન હતી પણ...