"ભીતર ભીંજવે… શબ્દ વર્ષા…" નામના સંગ્રહમાં અનેક સર્જકોની વરસાદ પર લખાયેલી કૃતિઓને સમાવવામાં આવી છે. આ સઘળી કૃતિઓ વરસાદના વિવિધ રૂપો સાથે, માનવ મનના વિવિધ ભાવો અને લાગણીઓને પ્રગટ કરે છે. લગભગ મોટાભાગની કૃતિઓમાં વરસાદ ઉદ્દીપક બની, લાગણીભીના હૈયાઓ માટે ઉદ્દીપનનું કાર્ય કરે છે. જે આ સંગ્રહની વિશેષતા છે. સાહિત્યજગતમાં "ભીતર ભીંજવે… શબ્દ વર્ષા…" નામે સંગ્રહ લઈને આવી રહેલ વર્ષા ભટ્ટને આપણે એમના સાહિત્યિક સૂઝભર્યાં સાહસ માટે વધાવીએ. તેઓ આગળ પણ અનેક કૃતિઓ આપવા નિમિત્ત બને એવી શુભકામનાઓ પણ પાઠવીએ. એમની સાહિત્યિક નિષ્ઠાને અભિનંદન સાથે પુનઃ શુભકામનાઓ. - ડૉ. રવજી ગાબાણી