સુજલ પટેલના લેખનની શરૂઆત આજથી ત્રણ વર્ષ પહેલાં થઈ હતી. ઘણાં લેખકોની રચનાઓ વાંચ્યા પછી એમણે લખવાની શરૂઆત કરી હતી. આજે ઘણી હિન્દી-ગુજરાતી નવલકથાઓ, વાર્તાઓ અને કવિતાઓ લખી ચૂક્યાં છે. જેમાંનું આ એમનું પ્રથમ પુસ્તક શોપિઝન મારફતે હાર્ડ કવર સ્વરૂપે પ્રકાશિત થયું છે.
નવલકથામાં એક છોકરીના સપનાં અને એનાં માટેનાં સંઘર્ષની વાત કરવામાં આવી છે. રાહી સિનોજા અમદાવાદની રહેવાસી અને ટોપ ફેમશ ફેશન ડિઝાઈનર છે. ફેશન ડિઝાઈનર બનવું એ રાહીનું સપનું હતું. જેને પૂરું કરવા એણે બહું મોટી કુરબાની આપી હતી. દરેક વ્યક્તિનાં જીવનમાં મિત્રોનું બહું મહત્વ હોય છે. રાહીએ પોતાનાં સપનાં માટે એવું મહત્વ ધરાવતાં પોતાનાં બે મિત્રોની કુરબાની આપી હતી. એણે પોતાનાં મિત્રોથી એક વર્ષ સુધી અલગ રહેવું પડ્યું હતું.
એક છોકરી માટે એનાં સપનાંઓ બહું મહત્વનાં હોય છે. ફેશન ડિઝાઈનર બન્યાં પછી રાહીનું એક બીજું પણ સપનું હતું. જેમાં એણે બંધ આંખોએ એક છોકરાનું સપનું જોયું હતું. જેને એ મનોમન પોતાનાં સપનાંનો રાજકુમાર માની બેઠી હતી. જેને શોધવાં એણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. હવે કોઈ વ્યક્તિને તમે બંધ આંખોના સપનામાં જોવો, અને એને ખુલ્લી આંખોએ શોધવાની કોશિશ કરો. આ સાંભળતાં જ દુનિયા એવાં વ્યક્તિને મુર્ખ કહે, એમાં કંઈ ખોટું નથી. એવાં વ્યક્તિનું જીવન સંઘર્ષોથી ભરેલું રહે, એ પણ કોઈ નવાઈની વાત નથી. તો હવે રાહીની આ તલાશભરી મુર્ખામીનું શું પરિણામ આવે છે? એ જરૂર એક રહસ્ય છે, અને એ જાણવાં તો તમારે આ નવલકથા વાંચવી પડશે.