"રસોડું" એ સમાજની કડવી વાસ્તવિકતાઓને પડકારતી તીખી-મીઠી સ્વાદિષ્ટ વાનગી છે, જેનો સ્વાદ ભાવકોને રસોડામાં જીવન ગાળતી સ્ત્રીઓનાં પરિશ્રમ અને સમયની કિંમતનાં અંદાજાની અનૂભૂતિ કરાવશે. રસોડાની વિવિધ વસ્તુઓ, પદાર્થો અને લાગણીઓ સાથે જોડાયેલી વાતો અને ઘટનાઓનું મિશ્રણ કરી તૈયાર કરવામાં આવેલું આ નાટક અંતે સમાધાન સાથે ખુશીની લાગણીનો અનુભવ કરાવશે..