સભ્ય સમાજની પોતાની જ કેટલીક મર્યાદાઓ હોય છે. જે તેઓ ઓળંગવા માંગતા નથી. માણસ પોતાની જાતમાંથી બહાર પણ આવતો નથી તે હમેશા એક સભ્યતાના મોહરામાં રહે છે. આ નાટક રાણીબાગ એકલાપણું, સામાજિક અસમાનતા અને આ દુનિયાના માણસોની માણસાઈ અને અમાણસાઈ પર કટાક્ષ કરે છે. તારક મેહતા દ્વારા અનુવાદિત આ નાટકમાં, માણસો આમ અંતે જનાવરોથી કાઈ અલગ હોતા નથી તે વાત સુંદર રીતે ભજવાય છે.