અમિતાભ પાસે ભાષા છે, સંવેદન છે, મનોવિશ્લેષણાત્મક પાત્રાલેખન અને સંવાદકળાની પૂરતી ક્ષમતા છે. પરંતુ પિતાની પ્રચંડ પ્રતિભાએ જ કદાચ એમનામાં અંકુરાઈ રહેલ સર્જકને કુંઠિત કરી દીધો હશે. એ સર્જકચેતના પેલી ઓસ્ટ્રેલિયામાં બેઠેલી કન્યકાએ બહુ સિફતપૂર્વક સંકોરી અને લોકડાઉનની નિરાંતવેળાનો સર્જનાત્મક વિનિયોગ કરવાનો લેખકને અવસર સાંપડ્યો.
ભાઈશ્રી અમિતાભ મેકવાનના આ પ્રરાક્રમને હું આવકારું છું અને આ અક્ષરયાત્રામાં નવાં નિશાન સિદ્ધ કરે એવી શુભેચ્છા પાઠવું છું.
- કેશુભાઈ દેસાઈ