Metro..इन दिनोंજિંદગીની રોમાંચક ક્ષણો, સુંદર, ઉત્તમ ક્ષણો ક્યારેય પરફેક્ટ પરિસ્થિતિના વાઘા પહેરીને નથી આવતી.ક્શું જ સરખું ચાલી નથી રહ્યું લાઈફમાં, સફળતા જોજનો દૂર છે, ઝગડાઓ, ઘરવાળાઓનો બબડાટ, ઓફિસમાં બોસનો કકળાટ, આસપાસ ઢગલો પ્રોબ્લેમસનો રઘવાટ , ઘોંઘાટ. બરાબર એજ વખતે તમારું ગમતું પાત્ર આવીને બૂમ પાડીને તમને 'આઈ લવ યુ' કહે છે...તો શું કરવું?કામ માટે, પૈસા માટે સંઘર્ષનો દૌર ચાલતો હોય, ઘરમાં વડીલોની તબિયતના ઇસ્યુઝ ચાલતાં હોય, લોન પેમેન્ટ, ખર્ચાઓ, ઘરનું ઘર નથી, સમાજમાં જોઈએ એ સ્તર નથી. અને એજ વખતે પત્ની ગળે લગાડીને પ્રથમ બાળકના આગમનના ખુશખબર આપે, તો શું કરવું?એ રોમાંચક ક્ષણને વધાવી લેવી, માણી લેવી? કે બધી પરિસ્થિતિ થાળે પડે પછી વાત..! ત્યાં સુધી એ પાત્ર, એ રોમાંચ, એ ક્ષણ શું રાહ જોશે?જિંદગી સામે મુકેલી 'પછી વાત..' વાળી શરતો ભાગ્યે જ જીતાય છે.મેટ્રો..ઈન દિનો.. your own story.. બધાની વાત.મેટ્રોની લાઈફનો સંઘર્ષ અને ઘણી બધી જિંદગીઓની વાર્તા.. ...ઈન દિનો હોય કે...ઉન દિનો (આજથી ત્રીસ-ચાળીસ વરસો પહેલા ) સંઘર્ષો તો હતા જ.અચ્છા, માન્યું કે અત્યાર જેવી સ્પર્ધા, હેક્ટિક લાઈફસ્ટાઈલ કે ગેઝેટ્સ ઓરિએન્ટેડ જિંદગી નહોતી. પણ જે હતું એમાં એ ઍરાના લોકોને જે ફીલ થતું, લોકોને સહેવી પડતી મુસીબતો અથવા એમના મગજમાં અર્થઘટિત થતા પ્રોબ્લેમસનો સ્કેલ તો ક્દાચ એજ રહ્યો હશે. દરેક પેઢીને એવું થતું રહ્યું છે કે અમે બહુ સંઘર્ષમાં જીવ્યા.થ્રી ઇડિયટસનો જોય લોબો, give me some sunshine.. give me.. give me (happiness ) કરતો રહ્યો. અને બંને જણ ગળાડૂબ પ્રેમમાં હોય, બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ ન હોય તોય કામના સંઘર્ષ માટે, સપનાઓ પુરા કરવા બધું અબોર્ટ કરવાની કગાર પર.. સહજીવન પણ ને બાળક પણ..આ યોગ્ય?કેકોઈ પોતાની sun shine જાતે શોધે છે. એવો જ સંઘર્ષ હોવા છતાં, લગ્નજીવન, બાળક..જિંદગીઍ આપેલી ગિફ્ટનું, અણમોલ ક્ષણોનું હાથ ફેલાવીને સ્વાગત..આ બરાબર?પતિની ના ના હોવા છતાં કીધા વગર ઘરેથી ચાર દિવસ 'me time ' enjoy કરવા નીકળી જવુ અને પછી ખૂબ ઝંખેલો પહેલો પ્રેમ વરસો પછી પતિ પત્ની તરીકે કરવા પડતા નાટક રૂપે થોડા દિવસો પણ સાકાર થાય તો એ અનુભૂતિ એટલી જ સુંદર હશે?!!પુત્રથી વધુ...પુત્રવધૂ..બોલવા કરતા કરી બતાવવું, એવું કરનારા છે, Gen Z પણ ઈન લૉઝને મા બાપ જેમ પ્રેમ કરી શકે છે.'તું ડરતા હૈ કમિટમેન્ટ્સ સે..' કહીને ઠરકી પ્રેમીને 'મારા સિવાય ક્યાંય નહીં' કહેતી કન્ફ્યુઝડ પ્રેમિકા ખરેખર તો પ્રેમીની સાથે જાતને પણ પોતાની વફાદારીનું પ્રોમિસ આપતી હોય એવું લાગે છે.લગ્ન જીવનના monotonous રાગથી કંટાળીને બહાર કોઈ બીજો સૂર શોધવા ગયેલા, છેવટે એજ રાગના પ્રેમમાં ફરીથી પડવા માંગે છે,ત્યારે "લગ રહા હૈ કાયદે સે અબ મહોબ્બ્ત હુઈ હૈ મુજકો"દરેક નિરાશા પછી હૉપ અને દરેક હતાશા પછી હેપ્પીનેસ સેકન્ડ ચાન્સ ડીઝર્વ કરે જ છે.જો અડધા ખાલી ગ્લાસ પછીયે અડધો ભરેલો ગ્લાસ જોઈ શકતા હો, પાનખરની ભૂરાશ જેમ ઝાડની લીલાશને સેકન્ડ ચાન્સ આપી શકતા હો તો મૂવી જોવા જેવું.
Metro..इन दिनोंજિંદગીની રોમાંચક ક્ષણો, સુંદર, ઉત્તમ ક્ષણો ક્યારેય પરફેક્ટ પરિસ્થિતિના વાઘા પહેરીને નથી આવતી.ક્શું જ સરખું ચાલી નથી રહ્યું લાઈફમાં, સફળતા જોજનો દૂર છે, ઝગડાઓ, ઘરવાળાઓનો બબડાટ, ઓફિસમાં બોસનો કકળાટ, આસપાસ ઢગલો...Read more