‘પ્રતિનાયક’ નવલકથાનું ઉદ્ભવબિંદુ આજના ટેક્નોલોજીના યુગમાં અવનવા સંશોધનો અને એના ઉપયોગ-દુરુપયોગ છે. કોઈ પણ સંશોધન જો ખોટા હાથમાં જાય તો તેનો દુરુપયોગ થાય જ. આતંકવાદ અને દેશદ્રોહીઓ સામે જેલમાં રહીને ટેક્નોલોજીની મદદથી લડત આપી પોતાની શોધ અને દેશને બચાવે એ જ મુખ્ય વિષય પર આખી નવલકથા ચાલે છે.
એક એક પાત્ર અને એમની વચ્ચેના સંવાદો આપને સ્પર્શી જશે એની ખાત્રી આપું છું. સાથે સાથે ટેક્નોલોજીના યુગમાં કોઈ પણ પરસ્થિતિમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે એ પણ બતાવવાની કોશિશ કરી છે.
અને સૌથી મહત્વની વાત કે આ નવલકથામાં પહેલેથી છેલ્લે સુધી પ્રતીનાયક જેલમાં રહે છે, છતાં પોતાની ધારણા પ્રમાણેના દાવ ખેલતા રહે છે. એ બાબત નાવીન્ય સભર લાગશે.