હોરરના બેમિસાલ ટચ સાથે અદ્ભુત અને લાગણીભીના પ્રેમ સાથે પાંગરતી કથા તમને એક રોમાંચક સફરમાં લઈ જશે. અનેક રહસ્યોની આંટીઘૂંટી ભરી આ નવલકથા એકી બેઠકે વાંચવા તમને મજબુર કરી મૂકશે. કારણ કે તમારા મસ્તિષ્કમાં આ નવલકથા થકી હું તણાવ મૂકી જાઉં છું. જેમાંથી જલદી મુક્ત થવું તમારા માટે શક્ય નથી જ! નવલકથા સુરત અને બંગાળની પૃષ્ઠભૂમિ પર લખાઈ છે. સમીર કથાનો નાયક છે. કાશ્મીર માસીને મળવા નીકળ્યો છે. રસ્તામાં બે ચુલબુલી યુવતીઓનો ભેટો એના જીવનમાં ભૂકંપ સર્જે છે અને સમીરની આંખ ખુલે છે ત્યારે ચારોતરફ ખોફના ઘેરાવાએ એને બંદી બનાવી દીધો છે. કોણે કેદ કર્યો છે સમીરને? કોણ હતી એ ખૂબસૂરત યુવતીઓ? કથા નાઈકા જીયા સમીરને ક્યાં મળી?
સમીર પર જળુંબાઈ રહેલા ખોફના સંકટમાંથી એ મુક્ત થઈ શક્યો? અગર હા, તો કોણ હતો એ મસીહા જેને એની રક્ષા કરી? તો ચાલો આ બધા સવાલોના જવાબ પામવા… રહસ્યમય ઘટનાક્રમના સાક્ષી બનવા તૈયાર થઈ જાઓ… બંગાળનો એક એવો ઈલાકો કે જેમાં પ્રવેશતાં આપના રૂંવાડાં ઊભાં ન થઈ જાય તો કહેવું… એ ઈલાકામાં પ્રવેશવાની મનાઈ છે. ખાસ કરીને યુવાન છોકરાઓને. પણ કેમ? જાણવા માટે કથાનકથી રૂબરૂ થવું જ રહ્યું. તો ચાલો ડાકણના દેશમાં!