માણસની જિંદગીમાં સૌથી મોટી ભૂલ હોય, તો એ છે સામેવાળા વ્યક્તિને ન ઓળખવાની. કેમ કે જીવનમાં દરેક ભૂલની ભરપાઈ થઈ શકે છે, પણ જ્યારે આપણે વ્યક્તિને પારખવાની ભૂલ કરીએ છીએ તો એ ભૂલ પૂરી જિંદગી ભોગવવી પડતી હોય છે.
લાગણી, પ્રેમ, દુઃખ, ગુસ્સો આ બધા શબ્દોની વ્યાખ્યા એક લીટીમાં ક્યારેય ન થઈ શકે. દરેક ગુણ માનવીના સ્વભાવમાં રહેલો છે, જે ઈશ્વરની દેન છે. સ્વભાવ અને વર્તન સમય અને સંજોગો સાથે બદલાતા રહે છે. જેમ બ્રહ્માંડ, સૃષ્ટિ પૂર્ણ નથી તેમ કોઈપણ માનવી સંપૂર્ણપણે આદર્શ નથી હોતો. પરિસ્થિતિ અને સંજોગો મુજબ પ્રતિક્રિયા આપવી એ કુદરત અને માનવીનો ગુણ છે. જિંદગી સમયાંતરે અલગ અલગ સવાલો માનવી સમક્ષ મૂકી દે છે, જે સવાલો અને તકલીફમાં કઈ રીતે વર્તવું એ માનવીનો સ્વભાવ નક્કી કરે છે. માણસ ક્યારેય સાચો કે ખોટો નથી હોતો, પરિસ્થિતિ અને સમય જ માણસને સાચો-ખોટો સાબિત કરે છે. ઘણીવાર પરિસ્થિતિ એવી હોય છે કે સાચું-ખોટું દેખાતી નજરે પારખી નથી શકાતું. પ્રેમ, લાગણી, દુઃખ, ગુસ્સો ક્યારેક સાચાં પણ ઠરે છે તો ક્યારેક ખોટાં પણ. હું, આજે તમારી સમક્ષ એવી જ એક વાર્તા રજૂ કરું છું જેમાં લાગણી, દુઃખ, ગુસ્સો બધું માણસની આજુબાજુ ફરતું રહેતું હોય છે. ત્રણ મિત્રની વાત છે. જેમનો સંબંધ મિત્રતામાંથી પ્રેમ અને પ્રેમમાંથી નફરતમાં ફેરવાય જાય છે, તે નફરતનાં અંધાપામાં દેખાતો બદલો અને અંતમાં કલ્પના ના કરી હોય તેવો આદર્શ રજૂ થાય છે.