સંતોષ સાંઢિયાર…
સદીઓથી પ્રેમને માટે અનેક યુદ્ધ ખેલાતાં રહ્યાં છે.
હમીરગઢ રિયાસતના રાજા હમીરસિંહ સાંઢિયારની પૌત્રી સંતોષ સાંઢિયાર માટે ખેલાયેલા લોહિયાળ જંગની આ કથા છે.
ખૂંખાર રામકુંસિંહની અમાનત સંતોષ અને રાજ્યના રક્ષક બળદેવસિંહના પુત્ર વિક્રાંત મોરારના અનર્ગળ પ્રેમની આ કથા છે.
પ્રેમના સર્વોચ્ચ શિખરે પહોંચેલી ઉત્કટ લાગણીઓની વહેતી સરિતા છે આ કથા.
દોસ્ત બનીને રચાતા પ્રપંચ અને છળકપટની છે આ કથા.
એક સંવેદના સભર પ્રેમકથા એટલે ‘સંતોષ સાંઢિયાર’.
આ વાર્તા લખતી વખતે જેમનું સતત અવલોકન અને પ્રૂફરીડિંગની મહામહેનતથી જેમણે મિત્રભાવે માવજત કરી છે એવા શ્રીમતી વર્ષાબહેન કુકડીયા ‘મુસ્કાન’નો અત્યંત આભારી છું.
આ નવલકથા આપ સૌ વાચકમિત્રોને ગમશે જ એવી આશા.