આફ્રિકાન જંગલોના ખૂંખાર સાહસોને આવરતી નવલકથા....
જિંદગીમાં સાહસ ના હોય તો જિંદગી કેવી? સાહસો આપણાં જીવનને ખીલવે છે. સાહસોના કારણે માનવી રોમાંચિત અને ઉત્સાહિત રહે છે. સાહસ કરવાથી કંઈક નવનિર્માણ થઈ શકે છે. જીવન એકધારું અને સાવ અર્થહીન લાગવા લાગે ત્યારે વ્યક્તિએ સાહસ કરવું જોઈએ. નાની નાની બાબતોમાં કરેલું સાહસ પણ માણસને ઘણી મોટી ઊંચાઈ સુધી પહોંચાડે છે. આવી જ એક સાહસની કથા આ નવલકથામાં આવરી લેવામાં આવી છે. જીવનમાં ઉતારવાલાયક અને સાહસનું મહત્વ સમજાવતી આ નવલકથા સાહસ કરવાથી ડરતા લોકોએ ચોક્કસપણે વાંચવી જોઈએ.
વિલિયમ હાર્ડી નામનો એક સાહસિક એના મિત્ર ભાષાશાસ્ત્રી થોમસ એન્થોલી તથા અન્ય સાથીદારો સાથે ઇટાલીનાં રોમ શહેરથી આફ્રિકાની સફરે નીકળી પડે છે. એક વર્ષ વીતી ગયું છતાં તે પાછો ફર્યો નહિ. એટલે રોમ શહેરમાં રહેલા એના મિત્રો ગર્ગ, રૉબર્ટ અને જ્હોન એની શોધ કરવા માટે આફ્રિકાનાં જંગલોમાં પાછળ જાય છે. આફ્રિકાનાં જંગલો ખૂબ જ ખૂંખાર અને ભયાનક છે. આ જંગલમાં રૉબર્ટને ઇજિપ્તના કેરો શહેરના એક વેપારીની પુત્રી મેરી સાથે પ્રેમ થઈ જાય છે. ત્યારબાદ આ લોકોને વિવિધ આફ્રિકન પ્રજાતિના આદિવાસીઓ સાથે અથડામણમાં ઉતરવું પડે છે. આફ્રિકાના આવા ક્રૂર અને માનવભક્ષી સાથે ખૂંખાર લડાઈઓ કરીને તેઓ છેલ્લે વિલિયમ હાર્ડી તથા એમના અન્ય સાથીદારોને શોધી કાઢે છે. પછી બધા ક્ષેમકુશળ પોતાના વતન રોમમાં પાછા ફરે છે.
- શિલ્પા પરમાર "શીલુ"