એક અત્યંત લાગણીશીલ વ્યક્તિ માટે પોતાનો પહેલો પ્રેમ ભૂલવો અશક્ય હોય છે. નાની ઉંમરમાં થયેલી એ પ્રીતને વિસરવી, તેનાથી દૂર રહેવું અને તેને પોતાનાથી હંમેશાં માટે દૂર જતો જોવો ખરેખર અસહ્ય હોય છે.
'ફાઇનલી ઇટ્સ ઓવર' વાર્તાની નાયિકા અવની કોલેજકાળનાં પ્રેમને ભૂલી નથી શકતી. કોલેજના પાંચ-સાત વર્ષો બાદ પણ તે એકલી છે. તેને કોઈ સાથી કે સંગાથી નથી, છતાં તે મનથી તો હજુ જૂના પ્રેમી સાથે જોડાયેલી જ રહે છે.
પોતાના ગમમાં ગુમ અવનીને એક સખી તરીકે દીપ્તિ મળે છે અને સાથે સાથે પોતાનો જૂનો પ્રેમ લઈને સમર પણ આવી પહોંચે છે. સમર વર્ષોથી અવનીને ચાહે છે.
અવનીનો કોલેજકાળનો પ્રેમી ક્યાંક સમર જ તો નથી ને?
જો સમર અવનીનો જૂનો પ્રેમી ન હોય તો શું એ ફરી અવનીનો નવો પ્રેમી બની શકશે?
અવની સમરને અપનાવશે કે ફરી પોતાના પ્રેમી સાથે જતી રહેશે?
વર્ષોથી એકલી તૂટેલા દિલ સાથે રહેતી અવનીનું દિલ ફરી જોડાશે?
અવનીનાં જીવનમાં ફરી પ્રેમ આવશે?
અવનીનું દિલ એ રીતે તૂટ્યું છે કે હવે ફરીથી જોડવું અશક્ય છે. ફક્ત એક વ્યક્તિ માટે થઈને તેણે બધું છોડી દીધું અને અંતમાં એ વ્યક્તિએ જ તેને છોડી દીધી. શું હવે અવની ફરી એ વ્યક્તિ પર કે અન્ય વ્યક્તિ પર ભરોસો કરી શકશે? એ જાણવા આ નવલકથા જરૂર વાંચો.