પરમ પૂજ્ય મોહન ભગતની કૃપાથી સચ્ચિદાનંદનું સાંનિધ્ય પામી, ભજનાનંદ માણ્યો. ૮૫૦૦થી વધુ ભજનો રચાયા. ૧૯૭૫થી ભજનની શરૂઆત થઈ ત્યારે મારું અદ્વિતીય નામ નારદી નડ્યું, કારણ રચના નીચે લખાય એટલે મારી ઓળખ છતી થઈ જાય. આ રચનાઓ કેવળ ગુરુકૃપા અને ઈશ્વર કૃપાની પ્રસાદી હતી. તેના પર મારા નામનો અધિકાર નથી, એવું માની જીવ શિવનો અંશ છે ને નંદી તેનો સેવક છે, તેમ માની 'નંદી' નામ ધારણ કર્યું. આ પ્રમાણે મારી લેખનયાત્રામાં આગળ વધવાની શરૂ થઈ. હવે આ કાવ્યાનંદ આપ સહુના કરકમળ સુધી પહોંચાડતા હું રોમાંચિત થાઉં છું.
ડૉ. નારદી જગદીશચંદ્ર પારેખ
N.D.Sc., R.N.P., A.M.D.N.S.I., A.M.N.V.
Jyotir Bhushan, Reiki Therapist, Tutor
Mumbai - 400 004
nardi.parekh52@gmail.com
આપની મૌલિક અસ્ખલીત શબ્દ ધારાથી શબ્દના મૂળને અને સાહિત્યના કુળને બિરદાવી ગુજરાતી ભાષાને પણ આપ પૂરક બની ગુજરાતની અસ્મિતાનું સાતત્ય જાળવી રહ્યા છો. અક્ષરના આરાધક, શબ્દના સાધક અને સાહિત્યના ઉપાસક એવા આપના કાવ્ય સંગ્રહમાં કંડારેલી કાવ્ય રચનાઓના મણકા આપના યશ કલગી સમાન બની રહે અને આપના સરળ માર્મિક શબ્દોનું ચિરંજીવી અસ્તિત્વ સદાય કાળ ઝળહળતું રહે અને મા સરસ્વતી સદાય આપની સાથે રહી આપને સફળતા અપાવતા રહે એવી દિલની પ્રબળ લાગણીઓ સહ શુભેચ્છા પાઠવું છું.
રમેશ પટેલ (રામજીયાણી)
શિવ એ શબ્દોનો સર્જક છે, અને જ્યારે એજ શબ્દોને કાવ્યરૂપે એક માળામાં ગુંથવામાં આવે ત્યારે મળે આનંદ! અને જ્યારે કાવ્યનો આનંદ માણવા લાગીએ ત્યારે સર્જન થાય 'કાવ્યાનંદ'નું! નારદીબહેન નેચરોપેથ ડૉક્ટર તરીકે એમની ફરજ અદા કર્યા બાદ આજે એક સફળ કવિ, ગીતકાર, વાર્તાકાર, બાળવાર્તાકાર તરીકે એમના જ શબ્દોમાં સાહિત્યનું ખેડાણ યોગ્ય દિશામાં કરી રહ્યા છે.
અંકિત ચૌધરી "શિવ"