લેખક અને સંપાદક હાલ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ વાંચનની સાથે લેખન અને સાહિત્યસર્જનનો શોખ ધરાવે છે. બાળ વાર્તાઓ, ટૂંકી વાર્તાઓ, કાવ્યો વગેરે સાહિત્યનું સર્જન કરી રહ્યા છે. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે પોતાની સ્વરચિત ચૌદ બાળવાર્તાઓને સામેલ કરેલ છે. તથા બીજી બાળવાર્તાઓ બાળકો દ્વારા સર્જિત છે. શાળાના બાળકોમાં પણ સાહિત્ય પ્રેમ વિકસે, બાળકોમાં વાર્તાઓ, કાવ્યો વગેરેના સર્જન દ્વારા કલ્પનાશક્તિનો વિકાસ થાય, જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય, મૌલિક શક્તિ વિકસે, લેખન કળા વિકસે અને બાળકોની પ્રતિભાની ઓળખ થાય તથા સાહિત્યનું સર્જન થાય તેવા ઉમદા આશયથી લેખકના માર્ગદર્શન હેઠળ બાળલેખક અને બાળલેખિકાઓએ કંડારેલ કલ્પનાઓની પ્રેરક બાળવાર્તાઓનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આશા છે કે નાનકડાં બાળકોની કલ્પનાનું આ સાહિત્ય સર્જન વાચકોને ખૂબ જ પસંદ આવશે. અને વાચકોને વાર્તા સાથે બોધ પણ આપશે.