લેખક ગુજરાતના પ્રમુખ વર્તમાનપત્ર 'સંદેશ'માં ચાર વર્ષથી દર બુધવારે અર્ધસાપ્તાહિક પૂર્તિમાં 'વિશ્વવ્યાપી' તેમજ શુક્રવારે સિને સંદેશમાં 'રિયલ રિલેશન' કોલમ લખે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપર ત્રણ પુસ્તક લખેલ છે. ત્રણ એકાંકી અને પંદર દ્વિઅંકી નાટક લખેલ છે. ગુજરાતી, હિન્દી ફિલ્મી સ્ક્રિપ્ટ પણ લખેલ છે. સુરતની નાટ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. સમાવિષ્ટ નાટકો (< આ બોલ્ડમાં) (૧) બિલેટેડ પેરન્ટ્સ (< આ બોલ્ડમાં) અંગ્રેજી શબ્દ 'બિલેટેડ'નો ગુજરાતી ભાવાર્થ લાગણીઓનું પાછળથી વ્યક્ત થવું, વ્યક્ત કરવું, જેમ કે કોઈને તેની જન્મતારીખના એક-બે દિવસ પછી શુભેચ્છા આપવી. 'બિલેટેડ પેરન્ટ્સ' નાટક એટલે માતા-પિતાની ગેરહાજરીમાં, તેમના સ્વર્ગવાસ પછી વર્તાતો ખાલીપો, કાંઈક ચૂક્યાની લાગણીઓ. માતા-પિતાની જીવતેજીવત, હયાતી દરમ્યાન કાળજી નહિ લઇ શક્યાનો અફસોસ. એક તરફ સાટુ વાળવાની લાગણી છે તો બીજી તરફ રહી ગયેલી ઇચ્છાઓની માંગણી છે. એક તરફ આદર છે તો બીજી તરફ આદેશ છે. એક તરફ આનંદ છે તો બીજી તરફ અપેક્ષા છે. (૨) ધુમ્મસ (< આ બોલ્ડમાં) 'ધુમ્મસ' એ સંબંધોમાં રચાતા કુંડાળાઓની કહાની છે. એકબીજાને જોઈને જ ઘુરકિયાં કરતા પરિવારજનો વચ્ચે અચાનક આવી પડેલા લોકડાઉનમાં કેવા પરિવર્તનો આવે છે તેમજ લોકડાઉન પત્યા પછી સંબંધોનું આવતું પરિણામ દર્શાવે છે નાટક 'ધુમ્મસ'.