Story about a special bond between father Hasmukhlal Mehta and his child Munjal Mehta, separated by generation gap as Munjal enters college life, and Hasmukhlal's efforts to bridge the gap. ***
આ ફિલ્મનું નામ ‘પપ્પા તમને નહીં સમજાય છે’.આ ફિલ્મમાં પિતા પુત્રની આજના આઘુનિક યુગની જનરેશન ગેપને કંઈક વિશેષ રીતે રજુ કરવામાં આવી છે. એક સમય હતો જ્યારે દિકરાની વાતનો વિરોધ પપ્પા કરે તો દિકરો બહુ બહુ તો તેની માતાને ફરિયાદ કરી શકતો હતો. કે મમ્મી જો પપ્પા મારી વાત કેમ સમજતા નથી. જ્યારે સ્માર્ટફોનના આ યુગનો દિકરો પપ્પાને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે પપ્પા તમને નહીં સમજાય. ખરેખર શું આજના યુવાનોની વાત પપ્પા નથી સમજી શકતા કે દિકરો તેમને સમજાવી નથી શકતો. આ સમસ્યાનો ઉકેલ અદભૂત રીતે આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.