From Sumit Bhanushali - "એકલયાત્રી આઈનસ્ટાઈન" આ 199 પાનાંના પુસ્તકમાં ભૌતિક વિજ્ઞાનના એક જાદુગરનું લગભગ સમગ્ર જીવનચરિત્ર વર્ણાયેલું છે. સર આઈનસ્ટાઈનના જીવન વિશેની ઘણી અજાણી વાતો જેમ કે મેક્સ ટેલમુડનું સર આઈનસ્ટાઈનના જીવન પર પ્રભાવ, તેમના મિત્રોની તેમના શોધ કાર્યમાં અને ખાસ તો આર્થિક મદદ અને જીવનના અંત સુધી પહોંચતા બદલાયેલા સર આઈનસ્ટાઈન, જેવી અનેક બાબતોનું વર્ણન આ પુસ્તકને અન્ય પુસ્તકો કરતાં અલગ તારવી આપે છે. જેમણે પહેલેથી સર આઈનસ્ટાઈનના જીવન વિશે વાંચ્યું કે જાણ્યું હોય તેમના માટે પણ આ પુસ્તકમાંથી કશુંક નવું મળી જ રહે. ભૌતિક વિજ્ઞાનના ગૂઢ રહસ્યો પણ સામાન્ય વાચક સમજી શકે અને તેની મૂળ સમજણ પણ જળવાઈ રહે એ રીતે લખવાનું મુશ્કેલ કાર્ય આપે બહુ સારી રીતે પાર પાડ્યું છે જેમાં અંતિમ પ્રકરણ (સ્પેશિયલ રિલેટિવિટીની સમજૂતી)નો ફાળો બહુ મોટો ગણી શકાય. પુસ્તકની શરૂઆતના અને અંતના થોડાક(એટલે 1 કે 2 જ) પ્રકરણોમાં ઘણા બધાં પાત્રો અને ઘણી બધી ઘટનાઓનું એક સાથે વર્ણન સર આઇન્સ્ટાઇનના જીવનમાં નવું નવું ડોકિયું કરતા વાચક માટે સમજવા થોડા અઘરા થઈ જાય છે અને એવું અનુભવવાનું મુખ્ય કારણ પણ કદાચ સર આઈન્સ્ટાઈને સાબિત કરેલ રિલેટીવિટી જ જણાય છે જ્યારે આ પ્રકરણની તુલના વચ્ચેના પ્રકરણો સાથે કરીએ તો તે અઘરા લાગવા માંડે છે. વિજ્ઞાનના રસિકો માટે વાંચવા અને વસાવવા લાયક પુસ્તક. મારો અનુભવ જણાવું તો એક વખત આ પુસ્તક વાંચવા માટે હાથમાં લીધા બાદ તેને પૂરી કર્યા વગર રહી શકાય નહીં. આશા છે કે અન્ય વૈજ્ઞાનિકોના જીવનચરિત્ર પર પણ આવી સંશોધિત માહિતી ભવિષ્યમાં વાંચવા મળતી રહેશે એવી આશા.
From Sumit Bhanushali - "એકલયાત્રી આઈનસ્ટાઈન" આ 199 પાનાંના પુસ્તકમાં ભૌતિક વિજ્ઞાનના એક જાદુગરનું લગભગ સમગ્ર જીવનચરિત્ર વર્ણાયેલું છે. સર આઈનસ્ટાઈનના જીવન વિશેની ઘણી અજાણી વાતો જેમ કે મેક્સ ટેલમુડનું સર આઈનસ્ટાઈનના જીવન પર પ્રભાવ, તેમના મિત્રોની તેમના શોધ કાર્યમાં અને ખાસ તો આર્થિક મદદ અને જીવનના અંત સુધી પહોંચતા...Read more