ધી એડમ પ્રોજેકટ એક્ટર- રયાન રેનોલ્ડ્સ, વોકર સ્કોબેલ, જોઈ સલ્ડાના,જેનિફર ગાર્નર,માર્ક રફાલો નિર્દશક- શોન લેવીશોન લેવી નામ તો સાંભળ્યું જ હશે? નાઈટ એટ ધ મ્યુઝિમના નિર્દશક, તેઓએ હોલિવૂડની ઘણી સફળ ફિલ્મોમાં નિદર્શક તરીકે કામ કર્યું છે, આવનારી ફિલ્મ ડેથપુલ-૩, ધ બુગીમેનમાં પણ તેઓ નિદર્શન કરવાના છે. શું છે ધ એડમ પ્રોજેકટ? તે પેહલા આપણે જઈશું ફિલ્મી શરૂઆતમાં! ફિલ્મ શરૂ થાય છે 2050ના સમયગાળામાં,એક વ્યક્તિ અવકાશ યાનમાં છે એને કેટલાક લોકો તેની ઉપર આક્રમણ કરે છે અને સરેન્ડર થઈ જવાનું કહે છે. પણ શું તે વ્યક્તિ સરેન્ડર કરે છે? નહીં તેનું હોય છે. એડમ રીડ! તે કૃત્રિમ વર્મ હોલનું સર્જન કરે છે એને ભૂલથી 2022માં આવી જાય છે અને મળે છે એડમ રીડને! તે કેવી રીતે શક્ય છે? આ ફિલ્મમાં શક્ય હોય છે, હાં તે મળે છે તેના બાળરૂપને! પણ તેને 2022માં નહીં પણ 2018માં જવું હતું! લૌરા શેનને શોધવા, લૌરા શેન એટલે એડમની પત્ની જેને માયા સોરીયને બે વખત હત્યા કરી છે. માયા સોરીયન એટલે એડમના રીડના પિતા લુઈશ રીડની મિત્ર છે. તે બને મોટા સાઈન્સ્ટિસ છે એને સમયયાત્રાના પ્રોજેકટ ઉપર કામ કરે છે.સમયયાત્રા વિષય હંમેશા રસપ્રદ રહ્યો છે, તે અંગે વિવિધ થિયરીઓ આ મોજુદ છે. પ્રેમ, લાગણીઓ પરિવાર વચ્ચેની ખેંચતાણ આ બધું જ આ વિજ્ઞાન કથામાં જોવા મળે છે. સમયયાત્રા આધારીત ફિલ્મ રસિકો માટે આ જોવા લાયક મજાની ફિલ્મ છે.
ધી એડમ પ્રોજેકટ એક્ટર- રયાન રેનોલ્ડ્સ, વોકર સ્કોબેલ, જોઈ સલ્ડાના,જેનિફર ગાર્નર,માર્ક રફાલો નિર્દશક- શોન લેવીશોન લેવી નામ તો સાંભળ્યું જ હશે? નાઈટ એટ ધ મ્યુઝિમના નિર્દશક, તેઓએ હોલિવૂડની ઘણી સફળ ફિલ્મોમાં નિદર્શક તરીકે કામ કર્યું છે, આવનારી ફિલ્મ ડેથપુલ-૩, ધ બુગીમેનમાં પણ તેઓ નિદર્શન કરવાના છે. શું છે ધ એડમ...Read more