'મહારાજ તમે કદાચ ઇશોપનિષદના આ કથનથી પરિચિત નથી.'તેન ત્યકતેન ભૂંજીથા.' આ બધું ત્યાગીને ભોગવવાનું છે. આ હું નથી કહેતી, આ ઉપનિષદ રચનાર મહાન ઋષિઓની ઉક્તિ છે. એમાં કેવળ ત્યાગ પર જ ભાર નથી અપાયો. ભોગવવાનું પણ કહેવાયું છે. હું તમને ત્યાગીને ભોગવવાનો પડકાર આપું છું, સ્વીકારી શકશો? પુરાતન સમયમાં અમને નગરવધૂ જેવા માનદ નામથી બોલાવતા. સમય જતા અમારા વ્યવસાયની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાઈ તેથી અમારા ઘરનું અન્ન તમારા માટે વર્જિત થઈ ગયું? સમાજમાં વાસનાથી ફેલાતી અરાજકતા અટકાવવાની અમારું કર્મ છે. તમે અને હું સમાજના બે અંતિમ ધ્રુવો પર છીએ. મને નથી લાગતું કે હું અને તમે ભિન્ન છીએ. હું આપને શાસ્ત્રાર્થ માટે આમંત્રણ આપું છું બોલો, છે સ્વીકાર?' પંદરમી સદીની એક ગણિકાના મોઢે, એક તપસ્વી સાધુને ફેંકાતો પડકાર અને એમની વચ્ચેનો શાસ્ત્રાર્થ, ખરેખર લેખકોને હેટ્સ ઑફ.પ્રેમમાં પડી જવાય એટલી સુંદર અને વિદુષી ગણિકા વેદસ્વીનું પાત્ર અને પાત્રાલેખન, ઘડીભર રાજદરબાર ઉભીને સાચે જ વેદસ્વીનું નૃત્ય જોઈ રહ્યા હોઈએ તો કદીક એના કંઠે સ્તુતિ સાંભળી રહ્યા હોઈએ એવી અનુભૂતિ કરાવે છે.રક્તકણોના રણમાં અટકેલા શ્વાસ, મૃગજળનેય છે પોતાની પ્યાસ...આ લે, મૃદન્ગ પર થાપ પડી, ચરરર..ચિરાઈ ક્યાંક ચામડી..સાત સૂરોની ભયંકર ખેંચતાણ,કે મૃત્યુની આંધીના એંધાણ..અંધારાનું અજવાળું ઓઢી કોઈ બેઠું,રક્ત નીતરતા ચિત્કારો પીતું...કોણ મારશે? કોણ તારશે? સૌ બેનામ છે.હા, યુગોથી કોઈ ગુમનામ છે.ઓહ! જબ્બરદસ્ત! બ્રેથલેસ ગાઈ શકાય એવુ ટાઇટલ સોન્ગ વાંચતા જ જ રુંવાડા ઊભા થઈ જાય . સાત સૂરો, સાત સંગીતકારો, દરેક અલગ અલગ વાજીંત્રોમાં નિપુણ. કદી ભારત ન આવેલા, લંડનમાં રહેતા આ સેવન સ્નાઇપર્સની સિંગ્નેચર ટ્યુનમાં એવુ તે શું હતું! જેના સૂરોથી હજારો કિલોમીટર દૂર રાજસ્થાનના છેવાડે આવેલા કોઈ રણના રેતકણો વિખરાવા લાગ્યા, કોઈ ડમરી ઉઠી, કોઈ અણધારી આંધીના એંધાણ થવા લાગ્યા. રોમી, રેવા, વેરોનિકા, સુખી, સમર, ક્રિશ, રુદ્રાના લંડનમાં ચાલતા સ્ટેજ પર્ફોર્મન્સ વખતે અચાનક એમના મોઢેથી ભારતીય શાસ્ત્રીય સંગીતના સૂરો રેલાવા લાગ્યા. એમને કદી ન થયેલા અનુભવો થવા લાગ્યા. ફ્યુઝન સોન્ગ્સ પર થિરકતા રેવાના કદમો અચાનક જ સૂકા પાંદડા વિશિષ્ટ રીતે નૃત્ય કરીને અદ્ભૂત સંગીત પેદા કરવા લાગ્યા, જયારે ક્રિશે પાણીમાં બોટ્ટલ ડુબાડીને થતા બુડ બુડ અવાજમાંથી અદ્વિતીય રાગ પેદા કર્યો. આ બધું અચાનક કંઈ રીતે થવા માંડ્યું? યુગોના દ્વાર પર કાન માંડતા કદાચ જવાબ મળે.શું કોઈ ઈચ્છા, એષણા એટલી તીવ્ર હોઈ શકે કે સદીઓ પારથી એની ગુંજ સાંભળાયા કરે? સેવન સ્નાઇપર્સને પણ આવો જ કોઈ પોકાર અહીં ખેંચી લાવ્યો. અને પછી જે થયું એ ન ભૂતો ન ભવિષ્યતિ જેવું હતું. ક્ષણે ક્ષણે ભયનો ઓથર, સુંદર સાત સૂરોમાંથી એક પછી એક ખોવાતા જતા સૂર અને છેલ્લે છેડાતો મૃત્યુનો ભયંકર આલાપ. કોણે છેડ્યો એ? કોણ છે જે ગુમનામ રહીને સદીઓથી આ આલાપ છેડી રહ્યું છે?સાત સૂરોની સૂરીલી સફર સાથે રહસ્ય, રોમાંચ, ભય અને જબ્બરદસ્ત થ્રિલનો અનુભવ કરાવતી ગુમનામ એક અમેઝિંગ નવલકથા છે. સમયની સડાસડાટ વહેતી નદી સાથે જાણે વાચક પોતે જ પંદરમી સદીથી એકવીસમી સદીમાં વહી આવે છે. દરેક પાત્રોને જાણે સદીઓથી ઓળખતા હોઈએ એવુ પાત્રાલેખન, સમયની એક એક કડીઓને જોડીને એ સમયને અનુરૂપ સંવાદો,જે તે વખતની સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓને બખૂબી રાજુ કરી છે.નદીના વહેણની દિશા અને માનવીના મનની દશા બદલી શકાય? જયારે એ બદલવાની કોશિશ કરવામાં આવે, ત્યારે સૃષ્ટિમાં સર્જાય છે કોઈ અગમ્ય ઉથલ પાથલ અને રચાય છે સદીઓથી ચાલી આવતી કોઈ ગાથા, કોણ છે એ ગાથાનું રચયિતા? કોણ છે જે સમયને પેલે પારથી અવાજ દે છે? કોણ છે જે આ તાંડવ કરે છે? આ પ્રશ્નોના જવાબો એટલે ત્રણ સુજ્ઞ લેખકોએ લખેલી નવલકથા 'ગુમનામ હૈ કોઈ!' અદ્ભૂત શૈલી, અદ્ભૂત ગીતો અને સંગીત વિશેનું ઊંડું જ્ઞાન એમની લેખિનીમાં સુપેરે દેખાય છે. ખરેખર વાંચવા જેવી માણવા જેવી વાર્તા . આવી નવલકથા આપવા બદલ kudos to all three writers. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
'મહારાજ તમે કદાચ ઇશોપનિષદના આ કથનથી પરિચિત નથી.'તેન ત્યકતેન ભૂંજીથા.' આ બધું ત્યાગીને ભોગવવાનું છે. આ હું નથી કહેતી, આ ઉપનિષદ રચનાર મહાન ઋષિઓની ઉક્તિ છે. એમાં કેવળ ત્યાગ પર જ ભાર નથી અપાયો. ભોગવવાનું પણ કહેવાયું છે. હું તમને ત્યાગીને ભોગવવાનો પડકાર આપું છું, સ્વીકારી શકશો? પુરાતન સમયમાં અમને નગરવધૂ જેવા...Read more