‘સાહિત્યનો વનવગડો’ - અમુક વર્ષો પહેલાં જયારે આ નામથી એક નાનકડું ગ્રુપ શરૂ કરવામાં આવ્યું ત્યારે કદાચ એ ગ્રુપના સ્થાપક દીપકભાઈ રાજગોરે પણ અનુમાન નહિ લગાવ્યું હોય કે આટલી સફળતા મળશે. ટીમના સંચાલનમાં ઘણા લેખકમિત્રો જોડાયાં, જેથી કાર્ય વધુ સરળ બન્યું અને ત્યારે જ એક પગથિયું આગળ વધવાનું વિચારી ‘સાહિત્યનો વનવગડો મેગેઝિન’ શરૂ કરવામાં આવ્યું. જેને વાચકમિત્રો દ્વારા ભરપુર સાથ અને સહકાર મળ્યો.
મેગેઝિનને મળેલ સફળતા બાદ એક વાર્તાસંગ્રહ પ્રકાશિત કરવાનો વિચાર સ્ફૂર્યો અને વાર્તા-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં આવેલી વાર્તાઓમાંથી જ અગ્રતા ધરાવતી વાર્તાઓનું સંકલન કરીને આ વાર્તાસંગ્રહ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રેમ, હોરર, સસ્પેન્સ, થ્રિલર, ક્રાઈમ બધાં જ પ્રકારની વાર્તાઓનું મિશ્રણ આપને આ સંગ્રહમાં માણવા મળશે. મેગેઝિન અને ગ્રુપને જે રીતે વાચકમિત્રોનો સાથ અને સહકાર મળ્યો, એ જ રીતે આ પુસ્તકને પણ વાચકમિત્રો પુરતો સહકાર મળશે તેવી અભિલાષા.
આભાર.
વિજય શિહોરા ‘સચેત’
તંત્રી,
વનવગડો મેગેઝિન