ધનાઢ્ય અને સુશિક્ષિત માબાપના સંતાનો તેવા ચાર યુવાન ડૉક્ટર મિત્રો ઈંટરશિપ પૂરી કરી તેમનું કેરિયર શરૂ કરતાં પહેલાં ફરવા માટે શ્રીનગર (કાશ્મીર) જાય છે. ચાર પૈકી બે યુવકો છે અને બે યુવતીઓ છે. આ બંને જોડા એક બીજાને ચાહે છે. તેઓ લગ્ન ગ્રંથિથી જોડાવાનું નક્કી કરી કાશ્મીરના પ્રવાસેથી પાછા ફરી પોતપોતાના પેરેન્ટ્સ સમક્ષ લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે.
શિક્ષિત હોવા છતાં તેમના પેરેન્ટ્સ સામાજિક કારણો સર તેમને લગ્ન કરવા દેવાની સંમતિ આપતાં નથી, પરિણામે સર્જાય છે એક સંઘર્ષભરી પ્રેમકથા.
દેહરાદૂન,કાશ્મીર, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકત્તા અને અમેરિકાના ન્યુયોર્કની પૃષ્ટભૂમિમાં પાંગરતી અને વિસ્તરતી લાગણીશીલ પરંતુ સંઘર્ષભરી પ્રેમકથાની સાથોસાથ ચારેય મિત્રોની બેનમૂન મિત્રતા આપની આંખોના ખૂણા ભીના કરી હ્રદયને સ્પર્શી જશે. આ કથાનો અંત આપને આંચકો આપી આપના મનો-મસ્તિષ્ક પર અમીટ છાપ છોડી જશે.