આ નવલકથાને વિજ્ઞાન કથા કહેવી કે સાહસકથા? એ હું કહી શકું તેમ નથી. પરંતુ આ એક રોમાંચક કથા છે. જે વાચકોને અંત સુધી જકડી રાખવાનું કામ કરે છે. કહાનીનો મુખ્ય નાયક છે જેક, જે પોતાની ટીમ સાથે બ્રહ્માંડમાં આવેલા એક અજાણ્યા ગ્રહ "55 કેન્ક્રી ઇ" પર જવાનું બીડું ઝડપે છે. અને શરૂ થાય છે એક રોમાંચક કથા. શરૂઆતથી જ એક અજાણ્યા ગ્રહની સફરે જવા માટે જેકની સાથે સાથે વાચકો પણ આતુર બની જશે. પળે પળે રોમાંચનો અનુભવ કરાવતી આ નવલકથા વિજ્ઞાન અને સાહસને સાંકળતી એક રોમાંચક કહાની છે. જેક પોતાની ટીમ સાથે પોતાના મિશનમાં સફળ થઈ શકશે કે નહીં? એ જાણવા માટે "મિશન ઓન 55 કેન્ક્રી ઇ એન્ડ આઇલેન્ડ" વાચવી જ રહી. - જયદિપ ભરોળિયા