દુનિયાના એકાદ ખૂણામાં સંતાઈને બેઠી હતી પડદા પાછળ! પડદો ખૂલતાં લાગણીઓ શું છે, એ જાણવા નહીં પણ માણવા મળ્યું! કૂવાના દેડકાં સમાન, કૂવો જ આપણને તો સાગર લાગશે પરંતુ મને અસલી સાગર અને વિશાળ દરિયો જોવામાં મજા આવશે એટલે એનો આહ્લાદક અનુભવ કરવો છે, એટલે કે આટલી જ દુનિયા છે એમ કહી બેસી નથી રહેવું, વિસ્તરવું છે, જોવું છે, જાણવું છે, ફરવું છે, માણવું છે! બસ આટલી જ સફર છે, એમ કહી પતાવવી નથી, સફરને ખેડવી છે. આત્માને ખૂબ સારી પેઠે થાક લાગે ત્યાં સુધી દોડવું છે ને’ લોકોને કહેવું છે બસ… “અમુક શબ્દો મારા માટે, ને’ અમુક જમાનાને સોંપ્યા!” પરવાનગી મને આપતા નથી, બધું બહુ કહેવા, આ શબ્દો…! ચુપકીદી આખરી સાંભળો, કેમ માથે પહેરવાં, આ શબ્દો…? જે પંક્તિઓ “મારાથી” ખૂબ નજીક છે, એ તમને સંવેદનમાં જોવા મળશે, જેનાથી તમારી મુલાકાત ટૂંક સમયમાં જ થઈ જશે… પણ, જે “મારી” ખૂબ નજીક છે, એની મુલાકાત માટે તો રૂબરૂ જ થવું પડશે. (ચા-પાણી ગોઠવિશું.) રૂપપુરીનાં શબ્દોને વાંચશો તો જમાવટ નહીં પડે, તો એને માણીને મજા કરશો!