એક નહીં, બે નહીં, ત્રણ_ ના, ચાર ખ્યાતનામ વ્યક્તિઓ ના અકાળે મોત.
એક નહીં, બે નહીં, ત્રણ_ ના, ચાર જાણીતી મુંબઈની કોર્પોરેટ હૉસ્પિટલ્સ.
ખ્યાતનામ વ્યક્તિઓ ના અકાળે મોત, આ કોર્પોરેટ હૉસ્પિટલ્સમાં.
અકાળે ભલે થયાં પણ અકુદરતી હતાં?
શું વૈધકીય ભૂલ હતી કે વૈધકીય બેદરકારી? કે પછી બીજું કંઈ?
એક નહીં, બે નહીં, ત્રણ_ ના, ચાર એજન્સી ગહન તપાસમાં લાગી ગઈ.
વધારે રસોઈઆ રસોઈ બગાડે એમ આ ચાર એજન્સીઓ કરવાની, કે સત્ય શોધવાની?
આપણે દોશ કોને આપશું? ભગવાન જેવાં ગણાતાં ડૉક્ટર્સની પૈસાની લાલચને? કોર્પોરેટ હૉસ્પિટલની જબરજસ્ત, અન્યાયી હરીફાઈને? રાજકારણીઓ અને અમલદારોની કોર્પોરેટ હૉસ્પિટલ સાથેની સાંઠગાંઠ ને? કે પછી લોકોની સમજ્યા વગરની મોટી અને ખોટી માંગને- આશાને?
આ બધામાં નશીલી દવાઓ, ડી ગેંગ, આંતરદેશીય માફીયા, આતંકવાદીઓને શું સબંધ?
શું કાળ સાથે જ અસ્તિત્વમાં આવેલો સિધ્ધાંત ‘મારો યા મરો’ બધા જ ક્ષેત્રમાં? અને એ સિધ્ધાંત ક્યારેય મરવાનો જ નહીં?