દરેક વ્યકિતને જીતવાની ઈચ્છા હોય છે, પછી તે ગમે તે ક્ષેત્રમાં કામ કરતી હોય. જીતવું એટલે પોતે કરવાં ધરેલા કામને સફળતાપૂર્વક પૂરું કરવું. કામને સફળ બનાવવા માટે અથાગ મહેનત અને પ્રયત્ન કરવો. તો શું જે લોકો નિષ્ફળ જાય છે, તેઓ મહેનત નહિ કરતાં હોય? કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે તનતોડ મહેનત સિવાય બીજું પણ ઘણુંબધું કરવું પડે છે. આ ઘણુંબધું શું છે તે જાણવા માટે આ પુસ્તકમાં આપેલી સાચી વાર્તાઓ વાંચવી પડશે. અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતાં સામાન્ય મારા તમારાં જેવાં લોકોએ સફળ થવા માટે શું કર્યું હતું, તે આ પુસ્તકમાં દર્શાવ્યું છે. મનહર ઓઝાએ આ પુસ્તકમાં નાનામાં નાનાં માણસને સમજાય તેવી સરળ ભાષામાં, પોતાના જીવનમાં જીત મેળવનાર સફળ માણસોની સફળતાની વાતો ખુબજ રસપ્રદ રીતે આલેખી છે. આ ઉપરાંત તેને અનુરૂપ પોતાના પ્રેરક વિચારો પણ બખૂબી રજુ કર્યા છે.