જિંદગીના તણાવાણા ગૂંથતી આ નવલકથા બે ભાગમાં વહેંચાયેલી છે. અંધેરી આલમના રાજા અને સામાન્ય માણસની સાથે જોડાયેલી આ કથા ધીમા પ્રવાહે આગળ વધે છે, પણ તમને દરેક પાને તે ઉતેજના પૂરી પાડશે તેમાં કોઈ બે મત નથી. આ કથામાં તમને પ્રેમ, થ્રીલર, સંબંધો અને મનની અનેક આંટીઘૂટીઓ પણ વાંચવા મળશે. જબરદસ્ત એક્શન થ્રીલર અને સસ્પેન્સ કહી શકાય તેવી આ નવલકથા ખરેખર વાંચવા જેવી છે. નવલકથાઓના રસિયાઓને તો આ નવલકથા એક અદભુત ખજાના જેવી લાગશે. આ ખજાનાને હાથવગો રાખવા જેવો છે.
પ્રેમ, લાગણી અને સ્નેહની સાથે સાથે ખુનામરકી અને અણધારી આલમની આ કથા તમને એક જુદી જ દુનિયામાં લઇ જશે. પાને પાને કુતુહલ અને રોમાંચ જગવતી આ કથા તમને અવશ્ય વાંચવી ગમશે જ અને આપણા મિત્રોમાં પણ જે નવલકથા વાંચનના રસિયા છે તેમણે પણ આ કથા વાંચવા આપ પ્રેરશો તે પણ એટલી જ સાચી વાત છે.
વર્ષા પાઠકની આ નવલકથા વાંચવા જેવી છે. તેમની જિંદગીને જોવાને અને પાત્રોને આલેખવાની રીત ખૂબ નિરાળી છે. તેમણે આ નવલકથામાં પોતાની આગવી શૈલી અપનાવીને નવલકથાને નવો નિખાર આપ્યો છે. આ કથામાં ડોન અને તેના સાગરિત મારુતિનું પાત્ર અદભુત રીતે ઉપસી આવ્યું છે.