યુવાન, સાહસિક અને જિજ્ઞાસુ ફોટોગ્રાફર નંદિતા એક પ્રોજેક્ટ માટે પહોંચે છે ગુજરાતના એક ગામમાં અને સંજોગો તેને ખેંચી જાય છે સદીઓ જૂની એક શ્રાપિત કોઠીમાં…
…અને શરૂ થાય છે રહસ્યમયી ઘટનાઓ અને દુર્ઘટનાઓનો સિલસિલાબંધ અને રોમાંચક દોર…
શું આ કોઠીના રક્તરંજિત ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે?
શું આ શ્રાપિત કોઠી નંદિતાને પણ ભરખી જશે?
આ છે રહસ્યના અંધકારમાં ડૂબેલા ઇતિહાસને સાહસની મશાલ લઈને પ્રકાશિત કરવા નીકળેલી એક યુવતીની વાત.
ગુજરાતી ભાષામાં સારી થ્રિલર કથાઓ લખાતી નથી એ મહેણાંને ભાંગતી આ કથા તમને જકડી રાખશે.