આ અગાઉ મારી ચાર લઘુનવલનો સંગ્રહ - તત:કિમ્ શોપિઝન તરફથી પ્રકાશિત થઈ ચૂક્યો છે અને આજે બે લઘુનવલનો સંગ્રહ - ઈતિકથા ભાવકના હાથમાં મૂકતાં આનંદ અનુભવું છું. આ સંગ્રહમાં સમાવાયેલી લઘુનવલ - ઈતિકથા મારી પ્રથમ લખાયેલી લઘુનવલ છે. જે 1989માં !!વિ!! સામયિકના ચાર અંકોમાં પૂર્ણ થયેલી. મારી પ્રથમ રચનાને આવકારવા બદલ અને મને પ્રોત્સાહિત કરવા બદલ શ્રી હરીશ મીનાશ્રુ, શ્રી અદમ ટંકારવી, શ્રી રાજેન્દ્ર જાડેજા અનેશ્રી અજિત ઠાકોરનો હૃદયપૂર્વક આભાર માનું છું. અત્રે રજૂ થયેલી - ઈતિકથા અને અંતર્દાહ વિશે આપનો પ્રતિભાવ જરૂર ગમશે.