‘સ્વપ્ન એક અનેક આંસુ’ એક સામાજિક નવલકથા છે, જે પ્રણયરંગમાં રંગાયા પછી પ્રણયભંગ થતા નાયક અને નાયિકાના મનપ્રદેશમાં ઉપસ્થિત થતા સંવેદનોને ખરા સ્વરૂપે રજૂ કરે છે. કથામાં નાયક, નાયિકા ઉપરાંત અન્ય પાત્રો પણ સરસ રીતે રજૂ થયા છે તથા બૅન્કના અનુભવો, સમાજના રીતરિવાજો અને ધર્મ પ્રત્યેની લાગણીઓનું તાદૃશ્ય ચિત્રણ અને નિરૂપણ પણ કરાયું છે. અકસ્માતોની પરંપરા સર્જીને લેખકશ્રીએ નવલકથાને જીવંત બનાવી છે. કથાનો કરૂણાંત વાચકોનું સંવેદનાતંત્ર ચોક્કસ ઝણઝણાવી દેશે.