"“શબ્દ-શોધ” નામ પ્રમાણે જ શબ્દોની શોધ માટે બનાવેલું પુસ્તક છે. અને તે પણ બાળકો માટે એક રમત તથા ઉખાણાં સાથે બનાવેલું હોવાથી બાળકના મનને તે વધુ પ્રોત્સાહિત કરશે. વળી, આજના સમયમાં બાળકોને માતૃભાષા પ્રત્યે જાગૃત કરવા માટે પણ આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે. વાચકો તરફથી ઉત્સાહની અપેક્ષા સાથે આ કાર્યમાં હજુ વધુ આગળ વધવાની ઇચ્છા છે. આશા છે પુસ્તકના હેતુને આપ સમજી શકશો તથા ભણવામાં ઉત્સાહ ધરાવતાં બાળકોને આ પુસ્તકના સંપર્કમાં લાવશો. ત્યાર બાદ બાળકના અનુભવો પણ આપ શેર કરી શકો છો. મારું ઈ-મેલ એડ્રેસ નીચે આપેલ છે. પુસ્તક વિશે સૂચનો પણ આવકાર્ય છે. આ પુસ્તક તમારા બાળપણને પાછું લઇ આવશે એવી આશા સાથે ધન્યવાદ. ઝલકના પ્રણામ.
"