વહાલા બાળદોસ્તો! વાર્તા એ બાળપણનો વિરાટ વૈભવ છે. એ પ્રેમ, કરુણા, લાગણી, હિંમત, હમદર્દ અને માનવતાની પુષ્કળ વાવણી કરવાની વિશાળ વાડી છે. જીવતરના ઊંચામાં ઊંચા મૂલ્યો અને સદગુણોના સુંદર મોતી વાર્તાના અજાયબ ખજાનામાંથી મળી રહે છે. --- કલ્પના, રોમાંચ, જિજ્ઞાસા, સાહસ, સત્ય, પરાક્રમ, વિવેક, આનંદ, વગેરે બાળવાર્તાના આત્મા છે. આ સંગ્રહમાં એ ઝબકે છે. ધબકે છે. આ સંગ્રહમાં ભૂરિયો ભરવાડની એક અદ્ભુત વાર્તા છે. બાળકોને એ અદ્ભુત કલ્પના વિહાર કરાવે છે. પાતાળલોકમાં લઈ જાય છે. થોડો ભય, રોમાંચ, અને આનંદ પણ કરાવે છે. - ડૉ. ભારતીબેન બોરડ (પ્રકાશક શ્રી, "બાલવાટિકા" મેગેઝિન, અમરેલી) --- ભારેખમ શબ્દો વિના હળવી શૈલીમાં ચોટદાર વાતોને કાગળમાં અંકિત કરવામાં સર્જક સફળ થયા છે. વાર્તા સંગ્રહમાં જીવવાના અધિકારની વાત હોય કે ડૉક્ટર શિયાળની જમાવટ હોય, દગાખોર મગરની છેતરપિંડીથી લઈને ભૂરિયા ભરવાડની રસાળ વાતોમાં બાળમનને ભીંજાવું ગમશે જ. -પારસ કુમાર (કટારલેખક, ફૂલછાબ; શિક્ષકની સિગ્નેચરના સર્જક.)