'ચેકમેટ' એટલે કે શતરંજની રમતમાં એક રમતવીરનો સૌથી પ્રિય શબ્દ. જેનો અર્થ થાય છે પોતાની જીત અને પ્રતિસ્પર્ધીની હાર. રમતના પ્યાદાઓની એક એવી ગોઠવણ કે જે વિરોધી પાસે હાર સ્વીકારવા સિવાય કોઈ બીજો રસ્તો ના રાખે. આ વાર્તા છે એક ઓસ્ટ્રેલિયાના મશહૂર શહેરની જેમાં એક સામાન્ય કેસ એક ગૂંચવાયેલા દોરીના ટુકડા સમાન થઈ જાય છે અને આ કેસ લીડ કરે છે ત્યાંના સિનિયર ઇન્સ્પેક્ટર 'કેપ્ટન રોમી' કે જેમણે આજ સુધી તેમના હાથમાં આવેલ કોઈ પણ કેસ સોલ્વ કર્યા વિના મૂક્યો નથી. આ સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે. એક અજાણ્યા ખબરીના ફોનથી જેણે આપેલ માહિતી મુજબ શહેરના સૌથી મોટા નામચીન બે ગુંડા પ્રથમવાર એકબીજાને મળવા જઈ રહ્યા હોય છે. નવાઈની વાત એ રહે છે કે એકબીજાના લોહીના તરસ્યા પ્રતિસ્પર્ધીઓ શા માટે એક બીજાને મળી રહ્યા છે! આ નવાઈને દૂર કરી તે બંને ગુંડાઓને પકડવાનું સાહસ ઇન્સ્પેક્ટર રોમી દ્વારા ખેડવામાં આવે છે પણ અફસોસ તે જગ્યાએ એક એવી ઘટના બને છે જેને કોઈએ સપનામાં પણ ધારી ના હતી. જેની તપાસ કરતા જણાયું કે કોઈ એક રહસ્યમય વ્યક્તિ આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર છે.આખરે કોણ છે તે વ્યક્તિ?આ બંને પ્રતિસ્પર્ધીઓ શા માટે ભેગા થયા? આખરે શું ઘટયું હતું તે સ્થળે? શું હશે આ ઘટના પાછળના કારણો? આ બધા જવાબો મેળવવા માટે કરેલી એક ઘણી કઠીન સફર કે જેમાં કળનો પારાવાર ઉપયોગ રહેલો છે. શું થશે આ સફરમાં?શું રોમીને આ બધા પ્રશ્નોના જવાબ મળી શકશે? વિચારશક્તિને લલકારી એક નવી જ નવલકથા જેના દરેક દરેક પાનાંમાં તમને મળશે નવા રહસ્યો જે આજ સુધી તમે નહિ અનુભવ્યા હોય, એક તદ્દન નવીન પ્રકારની જ ક્રાઇમ સસ્પેન્સ નોવેલ કે જેમાં બીજી ઘણી કેટેગરીઓ પણ સરપ્રાઈઝ તરીકે રહેલી છે.આખી વાર્તામાં રહેલો છે એક એવો વિચાર કે જે તમને સમગ્ર વાર્તા એક બેઠકે વાંચવા માટે મજબૂર બનાવશે. આખરે છેલ્લે કોણ કોના દ્વારા ચેકમેટ થાય છે જાણવા માટે વાંચો આ રહસ્યો ભરપૂર નવલકથા.