આ ફિલ્મ 12મી સદીમાં ગુજરાતની ધરતી પર રાજ કરનાર ભારતનાં પ્રથમ વીરાંગના મહારાણી નાયિકા દેવીનાં જીવન પર આધારિત છે. ચાલુક્ય વંશનાં રાણી નાયિકા દેવીએ પાટણની ભૂમિ પર વર્ષો સુધી રાજ કર્યું હતું. તેમણે સાલ 1178માં થયેલા યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને પરાજિત કર્યો હતો.
મોહમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો એ પહેલાં પાટણનાં બહાદુર મહારાણી નાયિકા દેવીએ એને ધૂળ ચાટતો કર્યો હતો. નાયિકા દેવી કદમ આજના ગોવાના મહામંડલેશ્વર પરમાનીનાં પુત્રી હતા. નાયિકા દેવીનાં પતિ અજયપાલ સિંહની એમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ત્યારે એક પુત્રનાં માતા નાયિકા દેવી પર પાટણનું રાજ સંભાળવાની જવાબદારી આવી પડી. તેઓ યુદ્ધકળામાં પણ પારંગત હતાં. એક વિધવા રાણી પોતાનો શું સામનો કરી શકશે એમ ધારી મોહમ્મદ ઘોરી પોતાના સૈન્ય સાથે ગુજરાત પર ધસી આવ્યો હતો. આબુ નજીકના સ્થળે થયેલા યુદ્ધમાં નાયિકા દેવીની આગેવાની હેઠળનાં લશ્કરે ઘોરીને હરાવ્યો હતો. ઘોરી ખરાબ રીતે ઘાયલ થઈને હાર્યો હતો. તે પછી ઘોરીએ 11 વર્ષ સુધી ભારત પર ચઢાઈ કરવાની હિંમત કરી શક્યો નહોતો. - chitralekha