ભૂત અને મહેલોનો સંબંધ બહુ ગાઢ છે. ભૂતોને તમે મેહલોમાં, મહેલોની આસપાસ ભટકતા જોયા હશે, ભાણગઢ જેવા ભૂતિયા કિલ્લા પાસે આજે પણ જતા લોકો થરથર કાંપતા હોય છે, પણ સમુદ્રની વચ્ચે કોઈ ભૂતાવળ પ્રગટે તો માણસ જાય ક્યાં? નરી આંખે જોયેલું સત્ય હોય છે ખરું? જેવું હોય છે તેવું દેખાતું નથી, જેવું દેખાય છે તેવું હોતું નથી. વાર્તાનાયક અપૂર્વ તેના પ્રેમને, તેના ભૂતકાળને ભૂલવા પ્રયત્નો કરે છે, પણ શું કોઈની યાદોને ડીલીટ કરવી સરળ છે ખરી? અપૂર્વ તેના વકીલ મિત્રો સાથે પૂનમની રાતે નાઈટ આઉટ માટે લાયજાના દરિયે આવે છે. લાયજાના દરિયા કિનારે એવું તે શું થાય છે? કેવી રીતે તે શિપ પર આવે છે? શું છે આ હોન્ટેડ શિપ? દુનિયાના અલગ અલગ શહેરોમાં કોઈ ખાસ સમયે દેખાતી આ શિપ અને અપૂર્વ વચ્ચે શું સંબંધ છે? જાણવા માટે વાંચો આ નવલકથા.