આ નવલકથા ‘હમિન અસ્ત-ઓ’ લેખકના હૃદયની સૌથી નજીક છે. ‘હમિન અસ્ત-ઓ’નો અંતિમ વિચાર છે કે, "સ્વર્ગ નર્ક જે ગણો તે બધું અહીં જ છે." આ નવલકથા આમ જુવો તો એક પ્રવાસ કથા છે. 2015માં કરેલો એક પ્રવાસ જેનું લેખકે વર્ણન કરવું હતું, ત્યાં અનુભવેલી સંવેદનાને પ્રવાસ લેખની બદલે વાર્તા સ્વરૂપ આપવું હતું. કાશ્મીરની સામાન્ય પ્રજા અને ભારતીય આર્મી પ્રત્યે થયેલો ભાવ વહેંચવો હતો. આશા છે, ગુજરાતના ચોક્કસ સમયગાળાની મુશ્કેલીઓ સાથે રસપૂર્વક પ્રવાસ કરાવવાનો અને માનવીય સંવેદનાના પાસાઓ ઉજાગર કરવાનો લેખકનો પ્રયાસ સફળ બનશે અને આપ સૌ આ નવલકથાને પણ લેખકના અગાઉના લખાણ જેટલો જ પ્રેમ આપી વધાવી લેશો.