આ પુસ્તક લખવાનો વિચાર મને કોરોના પછી આવ્યો છે. કોરોનાકાળમાં દરેકનાં જીવનમાં ઉથલપાથલ થઈ હશે. આ પુસ્તક મારફત તમે નવી જિંદગી જીવી શકો. આશાની 7 મિનિટ એ આપણી જિંદગીના 7 પગથિયાં છે. આ પુસ્તક લખવા પાછળનો હેતુ દરેકના જીવનમાં નવી ઊર્જા/આશા આપવાનો છે અને જે જીવનથી હારી ગયા હોય એને ઊભા કરવાનો છે. આ પુસ્તક થકી તમે જીવનમાં આવનારા દરેક ઉતાર-ચડાવ સ્વસ્થતાથી પાર પાડી શકશો. આ પુસ્તક તમારા જીવનમાં નવી રાહ ચીંધે છે. કંઈક નવું શીખવાની પ્રેરણા આપે છે. તમારા વિચારોમાં નવી ઊર્જા ભરીને નવું સાહસ કરવા પ્રેરે છે.