વિશ્વકર્મા વિશ્વ મેગેઝિનમાં જિંદગી વિષયક પ્રકાશિત થયેલા લેખોનો સંગ્રહ.
જય હો જિંદગી સુખનો ઢોળાવ પણ છે અને દુ:ખના કપરા ચઢાણ પણ છે. જય હો જિંદગી ખુશીઓનો કિલકિલાટ પણ છે અને રુદનનો દબાયેલો અવાજ પણ છે. જય હો જિંદગી કોઇને કરેલો પ્રેમનો પ્રસ્તાવ પણ છે અને ક્યાંક કોઇનો ધિક્કાર પણ છે. જય હો જિંદગી ઘણુંબધુ મેળવ્યાનો અહેસાસ પણ છે અને ક્યાંક કશુંક ગુમાવ્યાનો અફસોસ પણ છે. જય હો જિંદગી ખુલ્લી આંખોની હકીકત પણ છે અને બંધ આંખોનું ડરામણું સ્વપ્ન પણ છે. જય હો જિંદગી જીવનનું પહેલું રુદન પણ છે અને મૃત્યુ સમીપની અંતિમ ઇચ્છા પણ છે. જય હો જિંદગીને ખૂબ જ આનંદથી જાણો અને માણો તેવી શુભેચ્છા સાથે.