કોરોના વાયરસ સૃષ્ટીનો એક દર્દનાક હડકંપ છે. એક વાયરસનું આમ અચાનક સંક્રમણ વધવું અને તેની ભયાનક પેન્ડેમિક અસરોથી કોઇ દેશ બચી શક્યો નથી. લગભગ એક વર્ષ સુધીનો સમય તો વાયરસને સમજવામાં અને તેના પ્રોટોકોલ બનાવવામાં જ લાગી ગયો. લૉકડાઉન, ક્વૉરેન્ટાઇન, માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવી અનેક નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડી જે આપણે ક્યારેય સ્વનેય વિચાર્યુ નહોતું. ‘મેરા દેશ મહાન’ નવલકથા આ વાયરસના મૂળ સુધી પહોંચવાનું મિશન છે. આ મિશન ખૂબ જ રહસ્યમય અને રોમાંચક છે. અમેરીકામાં યોજાયેલ એક કોન્ફરન્સ પછી એક મિશન ઘડાય છે અને ત્યાંથી એક દિલધડક સફર શરૂ થાય છે. આ સફરમાં દેશપ્રેમ, આત્મસન્માન, વિશ્વ કલ્યાણ જેવા મહત્વના સ્ટેશનો છે અને સાથે સાથે દગો, પ્રપંચ, સત્તાલાલસા જેવા રસ્તા પરના અંતરાયો પણ છે. લેખકની કલમ પર બેસીને ઉડવાના, લડવાના, રડવાના, પડવાના, હસવાના, રમવાના બધા જ અનુભવો કરવાની ચોક્ક્સથી મજા આવશે.