એક અનોખી, જાનદાર સત્યઘટના પર આધારિત નવલકથા…
ઉપર આકાશ અને નીચે પાણી વચ્ચેની સફર ખેડવી એ કંઇ રમતવાત નથી…
કોણ જાણે કેટલાંય અરમાનો લઇને દરિયામાં ગયેલા નરપુંગવો તૂફાન, ચાંચિયાગીરી, યુદ્ધ કે માનવીય ભૂલોના કારણે ડૂબી ગયા હશે….
ત્યારે કેવાં અને કેટલાં કરૂણસભર અને દારૂણ દ્રશ્યો સર્જાયાં હશે એ તો કુદરત જ જાણે!
આવી જ એક કથા છે મહેરામણના ત્રણ મહારથીઓની…
એ સાગરસુતોએ ઉદધિને હમેશાં સેવ્યા. એનું સત્ત જાળવ્યું અને છેલ્લા શ્વાસ સુધી સોબત સાધી…
કથા બીજા વિશ્વયુદ્ધ અને જાપાની ટોર્પિડોની, જેણે સેંકડો ભારતીય વહાણવટાઓનો ભોગ લીધો…
આખો કંઠારપટ- કોટેશ્વરથી લઈ કટક સુધી આખો હિન્દવાણનો માર્ગ રક્તરંજિત બની ચૂક્યો હતો!
આ કથા છે મુક્તિ માટેના સંઘર્ષની…
સાગરકથાઓ અને એ વિષયના જ્ઞાન તથા સંશોધન માટે જાણીતા, હસમુખ અબોટી ‘ચંદન’
લઈને આવ્યા છે…
દાસ્તાં અપની દુનિયા કહેગી
આ રોમાંચક નવલકથા વાંચવાનું ચૂકશો નહીં.