ક્રિઝા મોણપરા એક ઉત્તમ લેખિકા છે અને દિવ્યાંગ હોવા છતાં મા સરસ્વતીની કૃપાથી કલમ થકી અનેરું નવું સર્જન કરે છે. આ કથામાં નાની વાતોનાં સ્વરૂપમાં તેમણે આખી જિંદગી સમાવી લીધી છે. સંબંધ વચ્ચે સમજણ આવી જાય ત્યારે બે પાત્રની વચ્ચે દૂરી રહેતી નથી. સાચવીને રાખેલો સંબંધ ફરી સમજણનું પાણી છાંટતા આળસ મરડી બેઠો થાય છે અને મહેકી ઊઠે છે. આકાશ અને ધરતીની જીવન યાત્રા પણ કંઈક એવી જ કહાની છે. જીવનની તમામ બાબતોની નિખાલસ ચર્ચા કરવાનો અભિગમ એ આ પુસ્તકનું હાર્દ છે. ખૂબ નાની ઉંમરમાં જિંદગીની સચ્ચાઈને આ રીતે શબ્દોમાં વર્ણવી ખૂબ સરળતા પૂર્વક તેમણે અહીં એને શબ્દોમાં મઠારી છે અને એક સુંદર વાર્તા તરીકે આપણી સમક્ષ રજૂ કરી છે. ક્રિઝા મોણપરાને પુસ્તક પ્રકાશન માટે ખૂબ ખૂબ શુભકામના. - કિરણબેન બી. શર્મા 'પ્રકાશ'