"સામાન્ય રીતે ધર્માત્માનો અર્થ ધર્મ અને આત્માને જોડતી કડી છે. પરંતુ કળયુગમાં ધર્માત્માનો અર્થ તદ્દન અલગ છે. આજે ધર્માત્મા એટલે કે કહેવાતા ગુરુઓ, જેનું ફ્રેન્ડ ફોલોઈંગ વધારે હોય છે. જે જનતા અને નેતાઓ વચ્ચેની કડી છે. જે સામાન્ય માણસને પણ ઉચ્ચ પ્રકારનો નેતા બનાવવાની ક્ષમતા ધરાવે છે, કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ તમને ‘ધર્માત્મા’માંથી અચૂક મળી જશે."
ધર્માત્મા, મીડિયા રિપોર્ટની શોધ છે. "ધર્મ ગુરુ"નો દેશના પીએમ સાથેનો સંબંધ શું છે? માત્ર ગુરુનો જ છે કે પછી ગુરુનો ઉપયોગ પીએમ પોતાના અંગત સ્વાર્થ માટે કરે છે? શું નીતિ અને તેની ટીમ સફળ થશે? બંગાળના જંગલો વાઘોથી ભરેલા હોય છે. એમાં પણ કોઈ તાંત્રિકની શોધ કરવાની છે, એ પણ ક્યારેય જાહેર જીવનમાં નથી દેખાતા.