ગિરીશ મેઘાણીની કલમે, એક અસ્પૃશ્ય વિશ્વની સફર સાથે અલભ્ય માહિતીના ખજાના સહ એક એક ચોંકાવનારી ઘટનાઓની હારમાળા સર્જીત આ નવલકથા આપને ચોક્કસ ગમશે. રેલવે ટ્રેન અપહરણ વિષય પર બહુ ઓછું સાહિત્ય રચાયું છે. વિવિધ મહારથીઓની સુખભય યાત્રાનો અંત શું આવશે? અહીં આપની અપેક્ષા કરતા વિશેષ મળશે. *** આજ સુધી આપે રુકિમણીહરણ, ઉષાહરણ, સુભદ્રાહરણ વિશે ચોક્કસ સાંભળ્યું હશે, પણ ગીતાહરણ? આટલું મોટું ષડયંત્ર? આ ષડયંત્ર છે કે સડયંત્ર? અલગ અલગ સમયગાળામાં રચાયેલ મણકાઓ આપને એક જ બેઠકે રસપાન કરવા જરૂર લલચાવશે.
જાન્યુઆરી મહિનાનું શીતળ મળસકું છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી એક ટ્રેન ઉપડી રહી છે હાવરા તરફ જવા. એ ઝડપથી શહેર છોડી, એક પછી એક સ્ટેશન પર નિતનવા મુસાફરોને સમાવતી, સુંદર એવા નૈસર્ગિક સૌંદર્ય સ્થળોમાંથી પસાર થતી આગળ ધપી રહી છે. આ સફરમાં આપનું સ્વાગત છે.
આપ સમયસર, ગીતાંજલી એક્સ્પ્રેસ ટ્રેનના ટુ ટાયર વાતાનુકૂલિત કોચમાં આપની ટિકિટનું કન્ફર્મેશન કરાવી લેજો. આપના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે મારી નવલકથા 'ગીતાહરણ - સર્ચ એન્જિન ડિરેઈલ્ડ'.