[આ નોવેલ "રહસ્યમય ટાપુ ઉપર વસવાટ" નવલકથાનો બીજો ખંડ છે. આ નવલકથા વાંચતા પહેલાં "રહસ્યમય ટાપુ ઉપર વસવાટ" નવલકથા જરૂર વાંચજો. તો જ આ નવલકથાને સમજવામાં સરળતા રહેશે.]
આદિ માનવમાંથી માણસ જેમ-જેમ સુસંસ્કૃત માણસ બનતો ગયો. તેમ-તેમ એના જીવનમાં અનેક પરિવર્તનો આવતા ગયા. જ્યારે માણસે અગ્નિ અને પૈડાંની શોધ કરી ત્યારથી માણસમાં શોધખોળની એક નવી આવડત વિકસવા લાગી. સમય વીતતો ગયો. દાયકાઓ અને સદીઓ બદલાતી ગઈ. એની સાથોસાથ માનવ પણ અનેક શોધો કરીને એનો ઇતિહાસ અંકિત કરતો ગયો. અત્યારનું આધુનિકરણ પણ શોધખોળનું જ પરિણામ છે. અવકાશ, દરિયો કે પૃથ્વીનું પેટાળ હોય! માણસે પોતાના કલા કૌશલ્ય દ્વારા અનેક શોધખોળો કરીને પોતાના જીવનને સરળ અને સુખદાયી બનાવ્યું છે. જીવનમાં શોધખોળનું મહત્વ શા જરૂરી છે? શોધખોળ દ્વારા માણસ ઘણી બધી નવી ઉપલ્બધિઓ હાંસલ થઈ શકે છે. શોધખોળ કરવાથી મળેલા સ્ત્રોત દ્વારા માણસ પોતાની આવનારી પેઢીના પ્રગતિ અને વિકાસ માટેના બીજનું રોપાણ કરી શકે છે. નવી-નવી શોધો સમગ્ર માનવ સમુદાય માટે ઉપયોગી નીવડે છે. આ નવલકથામાં પણ એક જહાજના શોધખોળની કથા આવરવામાં આવી છે. બર્ફીલા પહાડોમાં કેપ્ટ્ન અને એમના સાથીદારોએ ભોગવેલી મુશ્કેલીઓ અને સંઘર્ષોનું વર્ણન લેખકે આ નવલકથામાં પોતાની બેજોડ કલ્પનાશક્તિ દ્વારા અદ્ભૂત રીતે કર્યું છે. જીગર ‘અનામી રાઇટર’ દ્વારા લિખિત જહાજની શોધખોળ અને એ દરમિયાન આવતા સંઘર્ષોની કથા તમને નવલકથાના છેલ્લા પાના સુધી જકડી રાખશે. - દિયા પટેલ