નાટક - मसाज (મારો અભિપ્રાય) / તન્મય તિમિર | લેખક છે વિજય તેંડુલકર. ડિરેક્ટર છે પ્રશાંત તરુણ જાદવ. અને એક્ટર સંજય ગલસર. આમ તો એક નાટક પાછળ ઘણાં બધાની મહેનત હોય છે, એટલે રંગમ થિયેટરની ટીમને પણ અભિનંદન ખરાં જ. પણ વાત નાટક "मसाज"ની કરવાની હોય તો સૌપ્રથમ અભિનંદનને પાત્ર મારાં મતે "સંજય ગલસર" હોઈ શકે. 'One Man Show.' અદભૂત એક્ટિંગ. એક વાક્યમાં વાર્તા કહું તો, 'એક્ટર બનવા મુંબઈ ગયેલો માણસ એક્ટર ન બની શક્યો'. અહીં આ એક્ટર ન બની શકેલો માણસ જે જે બન્યો, એ તમામ પાત્રોને એક જ વ્યક્તિએ જાણે જીવીને ભજવ્યાં હોય એવું નેવું મિનિટનું જબરદસ્ત પરફોર્મન્સ. What a Style! What a Personality! What an Acting! Superb, Mind-blowing, Again One Man Show. વાહ ભાઈ વાહ.ડિરેક્ટર પ્રશાંત તરુણ જાદવને, 'આટલાં બધાં પાત્રોને એકમાંથી બીજામાં આટલું અદભૂત ટ્રાન્સફોર્મ કરીને વાર્તાને આગળ લઈ જવું શક્ય બનાવ્યું એ વિઝન માટે સલામ'. સ્ટેજ પર ફિલ્મ ચાલી રહી હોય એવું જોરદાર ડિરેક્શન.સેટ અને લાઈટ, ''એકદમ ડિસન્ટ અને લાઈવ લાગતો સેટ. અને એક ખૂણામાં પલાંઠી વાળીને દોઢ કલાક બેસીને લાઈટ ઓપરેટ કરવાની હોય, આજના સગવડીયા સમયનાં આર્ટિસ્ટોનુ ગજું ખરું?''; પરમેશ્વર સિરસીકરને પણ દાદ દેવી પડે. અને નાટ્યકાર "વિજય તેંડુલકર", What a Story! What A Play! ધી બેસ્ટ રાઈટિંગ.દરેક વ્યક્તિ ક્યાંક મસાજ કરી રહી હોય એવી અનુભૂતિ પેદાં કરનારું એકપાત્રિય અભિનય એટલે मसाज।
નાટક - मसाज (મારો અભિપ્રાય) / તન્મય તિમિર | લેખક છે વિજય તેંડુલકર. ડિરેક્ટર છે પ્રશાંત તરુણ જાદવ. અને એક્ટર સંજય ગલસર. આમ તો એક નાટક પાછળ ઘણાં બધાની મહેનત હોય છે, એટલે રંગમ થિયેટરની ટીમને પણ અભિનંદન ખરાં જ. પણ વાત નાટક "मसाज"ની કરવાની હોય તો સૌપ્રથમ અભિનંદનને પાત્ર મારાં મતે "સંજય ગલસર" હોઈ શકે. 'One Man Show.' અદભૂત...Read more
"Raktbeej" ગુજરાતી ફિલ્મ, જેની સ્ટોરી લાઈન છે "One Night Can Change Your Life, Your Past Will Catch You Soon". કંઈક અલગ ફિલ્મ એમ નહી, પણ વિશિષ્ટ. સંપૂર્ણ સાયકોલોજીકલ થ્રિલર. નજાણતા થયેલી ભૂલોના પસ્તાવામાંથી જન્મેલો વિવિધ પાત્રો દ્વારા રજૂ થતો ભય. ભય માણસ પાસે શું કરાવી શકે છે તેનું વિશિષ્ટ ઉદાહરણ એટલે "રક્તબીજ". વાર્તાના લેખક "ડેનિસ" ના અભ્યાસ અને અનુભવનો નિચોડ ફિલ્મમાં ખાસ જોવા મળ્યો છે, મુખ્ય જમા પાસું વાર્તા છે. કલાકારો પણ મોટાભાગના નાટકો સાથે જોડાયેલા અનુભવી. મેકિંગમા થોડી કચાસ અનુભવાય છે, બનાવનારના અનુભવ પર શંકા નથી પણ કદાચ બજેટનો પ્રશ્ન હોઈ શકે (કોરોના ઈફેક્ટ). કાશ્મીર ફાઈલ્સ અને RRR ની ધૂમ કમાણી સાંભળીને એમ થાય કે, આવી કોઈક ગુજરાતી ફિલ્મ માટે એક વાર તો ખીસું ઢીલું કરી જ શકાય.
"Raktbeej" ગુજરાતી ફિલ્મ, જેની સ્ટોરી લાઈન છે "One Night Can Change Your Life, Your Past Will Catch You Soon". કંઈક અલગ ફિલ્મ એમ નહી, પણ વિશિષ્ટ. સંપૂર્ણ સાયકોલોજીકલ થ્રિલર. નજાણતા થયેલી ભૂલોના પસ્તાવામાંથી જન્મેલો વિવિધ પાત્રો દ્વારા રજૂ થતો ભય. ભય માણસ પાસે શું કરાવી શકે છે તેનું વિશિષ્ટ ઉદાહરણ એટલે "રક્તબીજ". વાર્તાના લેખક "ડેનિસ" ના અભ્યાસ અને...Read more