-
‘સેઇટિઝ’
‘સેઇટિઝ’ નવલકથાના કવર પેજ પર નવલકથા વિશે ઘણું ઘણું કહેતું હોય એવું એક વિધાન છે : જગત ઘણું નઠારું છે અને એને એક બોધપાઠની જરૂર છે.
આ નવલક્થાના લેખક સ્પર્શ હાર્દિકે નવલકથાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે, ‘આ કથા કેન્દ્રિત છે ક્રિસ્ટોફર નોલનનું અપહરણ કરનાર અલ-મુતાસિમ અને એના સંગઠન ‘સેઇટિઝ’ની એક સભ્ય સ્વાન પર.’
વિશ્વના પ્રસિદ્ધ ફિલ્મસર્જક ક્રિસ્ટોફર નોલન નવલકથામાં એક પાત્ર તરીકે આવે અને એમનું અપહરણ કરવામાં આવે એ વાત જ કેટલી રોમાંચક છે! એનાથી પણ રોમાંચક વાત એ છે કે એક એમનું અપહરણ કરનાર અલ-મુતાસિમ નામનો યુવાન એમની પ્રસિદ્ધ ફિલ્મ ‘ઇન્સેપ્શન’ વિશે એમને સવાલ કરે છે.
જેમણે ‘ઇન્સેપ્શન’ ફિલ્મ જોઈ હશે એમને ખ્યાલ હશે, કે સમગ્ર ફિલ્મમાં ક્રિસ્ટોફર નોલન દર્શકોને સ્વપ્ન અને હકીક્ત વચ્ચે ઝુલાવે છે! અલ-મુતાસિમ ક્રિસ્ટોફર નોલનને વારંવાર એવો સવાલ કરે છે કે, ‘ઇન્સેપ્શનમાં, આરંભથી લઈને અંત સુધી, નાયક સાથે જે કાંઈ થયેલું, શું એ સ્વપ્ન હતું કે હકીકત?’
ક્રિસ્ટોફર નોલનને ‘ઇન્સેપ્શન’ ફિલ્મ વિશે આવા સવાલો સેંકડોવાર સેંકડો લોકોએ પૂછ્યા હતા.
ક્રિસ્ટોફર નોલન અલ-મુતાસિબના સવાલનો જવાબ નથી આપતા ત્યારે અલ-મુતાસિબ અકળાય છે, પરંતુ એ ક્રિસ્ટોફર નોલન પ્રત્યે પૂરતું માન પણ ધરાવે છે. આ રીતે અલ-મુતાસિમનુ પાત્ર અનોખું છે. એ ક્રિસ્ટોફર નોલનને પોતાના જીવન વિશે જે કથા કહે છે એ પણ રહસ્યમય હોય છે.
નવલકથામાં લેખકે એ પણ દર્શાવ્યું છે કે ‘સેઇટિઝ’ સાથે જોડાયેલા યુવાન અને સાહસિક સભ્યો લૅપટોપ, સર્વર, કૉમ્પ્યૂટર સિસ્ટમ, નેટવર્ક, જેવાં આધુનિક માધ્યમો સાથે પનારો પાડનારા છે. તેઓ મહાસત્તાઓની મિલિટરિ ડિફેન્સ સિસ્ટમ સાથે પણ પનારો પાડનારા છે. તેઓ અદ્ભૂત શારિરિક અને માનસિક શક્તિ ધરાવનારા છે. એમાંય, સ્વાનનું પાત્ર તો ગજબનું છે.
‘સેઇટિઝ’ના હેતુ કેવા છે, એનો વ્યાપ કેટલો છે, એની કામ કરવાની પદ્ધતિ કેવી છે, એને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે, એના હેતુ કેટલા અંશે સિદ્ધ થાય છે, આ બધાંનું આલેખન લેખકે વાચકનો રસ જળવાઈ રહે એ રીતે કર્યું છે. એ પણ વિશ્વના રળિયામણા પ્રદેશોની સફર કરાવતાં કરાવતાં!
લેખકે આ નવલકથા ૨૦૨૧માં પ્રગટ કરી છે. આ સમયે વિશ્વ આખું કોરોનાના પ્રભાવ હેઠળ આવી ચૂક્યંસ હતું. લેખકે પ્રસ્તાવનામાં જ જણાવ્યું છે : ‘સમસ્ત વિશ્વને પોતાના પ્રોટીન સ્પાઇકના સૂક્ષ્મ પંજાઓથી ભરડામાં લેનારા ૨૦૧૯-નૉવલ કોરોના વાર્તાકારોને ન આકર્ષે તો જ નવાઈ. શક્ય છે કે, આ મહામારીને કારણે જન્મેલી અવ્યવસ્થા વચ્ચે આકાર લેતું અને માનવીય સંવેદનાને વાચા આપતું, ‘કોરોના બુમ’ નામધારી કોઈ અલગ સાહિત્ય આવનારા સમયમાં જન્મ લેશે. જોકે, ‘સેઇટિઝ’માં નૉવલ કોરોના એક પ્લૉટ ડિવાઇઝ હોવા છતાં, તે એ પ્રકારની કથા નથી. આ એક મનોરંજન પેજ-સ્ક્રોલર છે.’ આમ, લેખકે સ્પષ્ટતા કરી છે કે આ નવલકથામાં કોરોનાની વાત આવે છે ખરી, પરંતુ સાવ જુદી જ રીતે.
લેખકને નવલકથા માટે સૂઝેલા એક નવા વિષયને એમણે પૂરતો ન્યાય આપ્યો છે. એ માટે એમને એમના અનુભવો, એમનું નિરિક્ષણ, એમનું વાંચન અને એમનો ઉત્સાહ, આ બધું ખપમાં આવ્યું છે. આ નાનકડી નવલકથા રહસ્ય અને રોમાંચથી છલોછલ છે. આ માત્ર વાચકોએ જ નહિ, લેખકોએ પણ વસાવવા જેવી નવલક્થા છે.
મહત્ત્વની વાત એ છે કે લેખકે એમને આ નવલક્થા લખવા માટે જે સર્જકો, કૃતિઓ, ફિલ્મો પાસેથી પ્રેરણા મળી છે એ તમામનો ઉલ્લેખ કર્યો છે. લેખકને મળેલી પ્રેરણાને એમને પોતાની મૌલિકતા વડે લેખે લગાડી છે. એમ કહેવાનું મન થાય છે, કે લેખક તરફથી વાચકોને આવી બીજી કૃતિઓ મળવી જ જોઈએ.
‘સેઇટિઝ’
‘સેઇટિઝ’ નવલકથાના કવર પેજ પર નવલકથા વિશે ઘણું ઘણું કહેતું હોય એવું એક વિધાન છે : જગત ઘણું નઠારું છે અને એને એક બોધપાઠની જરૂર છે.
આ નવલક્થાના લેખક સ્પર્શ હાર્દિકે નવલકથાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે, ‘આ કથા કેન્દ્રિત છે ક્રિસ્ટોફર નોલનનું અપહરણ કરનાર અલ-મુતાસિમ અને એના સંગઠન ‘સેઇટિઝ’ની એક...Read more
-
કરામત! ચોરી કરવાની કરામત! પોતે જે ન હોય તે દેખાવાની કરામત! બીજાને લલચાવવાની કરામત! બનાવટી નોટો ચલાવવાની કરામત! ચીલઝડપ કરવાની કરામત ! છેતરપીંડી કરવાની કરામત ! જોબનનું પ્રદર્શન કરવાની કરામત! અશ્વિની ભટ્ટની નવલકથા ‘કરામત’માં આવી વિવિધ કરામતોનું આલેખન છે. આ નવલકથા સત્ય ઘટનાના અંશો પર આધારિત છે. લેખકે પ્રસ્તાવનામાં લખ્યું છે કે: ‘રોજ-બ-રોજ છાપાંઓમાં આવતાં છેતરપીંડીનાં કિસ્સાઓ વાંચવા છતાંય લોકો છેતરાય છે. અને અમુક લોકો અદ્ભુત રીતે છેતરી શકે છે. આવો એક કિસ્સો ‘કરામત’નાં મૂળ વિચાર તરીકે લીધો છે.’
‘કરામત’ નવલકથાનાં પાત્રો પન્ની, પવલો, જયલો, પશો, રહેમાન, રામજી ઠક્કર, જનુ, પ્રોફેસર દાસ, કિશન, શામજી, સોમા નાયક, શંકર નાયક, ટિનુ, ચંદુ, બબલુ, કાદર, વગેરે કોઈને કોઈ રીતે ગુનાખોરી સાથે સંબધ ધરાવાનારા છે. લેખકે વિવિધ પાત્રોની કરામત વિશે ઝીણવટભર્યું આલેખન કર્યું છે. આ બધા કરામતી લોકોએ ભેગા થઈને એક સાહસ કર્યું. એ સાહસની આ કથા છે. કથા ફિલ્મની રીતે રજૂ થઈ છે. તેમાં હાસ્ય પણ ઉમેરાયું છે. કથાનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર મનોરંજનનો છે, છતાંય વાચકોને ગુનાખોરીની દુનિયા વિશે રસપ્રદ માહિતી તો મળે જ છે.
‘કરામત’ અશ્વિની ભટ્ટની શૈલીની પણ કરામત છે.
કરામત! ચોરી કરવાની કરામત! પોતે જે ન હોય તે દેખાવાની કરામત! બીજાને લલચાવવાની કરામત! બનાવટી નોટો ચલાવવાની કરામત! ચીલઝડપ કરવાની કરામત ! છેતરપીંડી કરવાની કરામત ! જોબનનું પ્રદર્શન કરવાની કરામત! અશ્વિની ભટ્ટની નવલકથા ‘કરામત’માં આવી વિવિધ કરામતોનું આલેખન છે. આ નવલકથા સત્ય ઘટનાના અંશો પર આધારિત છે. લેખકે...Read more
-
મીરાં તો ગાંધીજીએ આપેલું નામ. મૂળ નામ મૅડેલિન સ્લૅડ. આ પુસ્તકમાં સોનલ પરીખે મીરાંબહેન વિશેની વાતો એક નવલકથાની રીતે રજૂ કરી છે.
ગાંધીપ્રેમી ડૉ. ધનજંય શાહે ૨૦૧૫માં સોનલ પરીખને આ પુસ્તકના સર્જન માટે પ્રેરિત કર્યાં હતા. સોનલ પરીખ મીરાં બહેન વિશે બહુ ઓછું જાણતાં હતાં. એમણે મીરાં બહેન વિશે ઘણું વાંચન કર્યું. એમણે ગાંધીજી અને મીરાં બહેન વચ્ચેના પત્રવ્યવહાર પર આધારિત ‘બિલવેડ બાપુ’, મીરાં બહેનની આત્મકથા ‘ધ સ્પિરિટ્ઝ પિલિગ્રિમેજ’, ‘ધ સ્પિરિટ્ઝ પિલિગ્રિમેજ’નો વનમાળા દેસાઈએ કરેલો અનુવાદ ‘એક સાધિકાની જીવનકથા’ અને સુધીર કાકરે કરેલો અનુવાદ ‘મીરાં એન્ડ ધ મહાત્મા’, પૃથ્વીસિંહ આઝાદની આત્મકથા વગેરે પુસ્તકો વાંચ્યાં. એમણે મહાદેવભાઈની ડાયરીઓ પણ ઉથલાવી. એમણે એ ઉપરાંત ઇન્ટરનેટ પર પણ ખાંખાખોળા કર્યા અને સર્વ સેવા સંઘના વિડિયો ફૂટેજ પણ જોયાં. આમ, લેખિકાએ આ પુસ્તક પૂરતું સંશોધન કર્યા પછી લખ્યું છે.
લેખિકાએ ૨ ઑક્ટોબર, ૨૦૧૭ના રોજ આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે : ‘મહાત્મા અને મીરાં – એક અનન્ય મૈત્રી’ મારી અનેક અજંપ રાત્રિઓનો પરિપાક છે. જે પણ વાંચ્યું તેના પ્રકાશમાં, જે પણ બન્યું છે તેને પાત્રો અને પરિસ્થિતિને પૂરા વફાદાર રહીને મેં મારી નજરે જોયું છે, મારી અંદર અનુભવ્યું છે અને કોરા કાગળમાં સાથે વંહેચ્યું છે. વાચકોને એ કેટલું સ્પર્શી શકે છે, તે તો તેઓ જ નક્કી કરશે.
મૅડેલિન ભરતમાં આવવા નીકળી હતી તે વખતે ભારતની સ્થિતિ કેવી હતી, ગાંધીજી સાથે એની પ્રથમ મુલાકાત કેવી રહી, એને ગાંધીજીનું સાન્નિધ્ય કેટલું મળ્યું, એને ગાંધીજીના કેવા વ્યક્તિત્વનો પરિચય થયો, ગાંધીજીના નિર્ણયો મુજબ જીવવામાં એના પોતાના વ્યક્તિત્વ પર કેવી અસર થઈ, એના અને ગાંધીજી વચ્ચેના સંબંધ કેવો રહ્યો, આશ્રમમાં રહેવાનો એનો અનુભવ કેવો રહ્યો, એ આશ્રમમાં રહીને શું શું શીખી, ગાંધીજી સિવાય બીજા કયા કયા મહાનુભાવો સાથે એ સંપર્કમાં આવી, ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અને ભારતના રાજકારણમાં એનો હિસ્સો કેવો રહ્યો, ભારતમાં એ ક્યાં ક્યાં જઈને રહી, સમાજસેવાના કેવાં કેવાં કાર્યો કર્યાં, સમાજસેવાના કાર્યો કરતી વખતે એને કેવાકેવા અનુભવો થયા, એનો ગાંધીજી સાથેનો પત્રયવહાર કેવો હતો, એનું અંતિમ જીવન કેવું હતું, નવલકથામાં લેખિકાએ આ વિશે આલેખન કર્યું છે. સ્વાભાવિક રીતે નવલકથામાં ગાધીજી વિશેનું આલેખન પણ થયું જ છે.
ગુજરાતી સાહિત્યમાં આ એક વિશિષ્ઠ નવલકથા છે. કથા પર આધારિત એક સુંદર અને કળાત્મક ફિલ્મ પણ બની શકે એમ છે. નાની પણ મજાની નવલકથા.
મીરાં તો ગાંધીજીએ આપેલું નામ. મૂળ નામ મૅડેલિન સ્લૅડ. આ પુસ્તકમાં સોનલ પરીખે મીરાંબહેન વિશેની વાતો એક નવલકથાની રીતે રજૂ કરી છે.
ગાંધીપ્રેમી ડૉ. ધનજંય શાહે ૨૦૧૫માં સોનલ પરીખને આ પુસ્તકના સર્જન માટે પ્રેરિત કર્યાં હતા. સોનલ પરીખ મીરાં બહેન વિશે બહુ ઓછું જાણતાં હતાં. એમણે મીરાં બહેન વિશે ઘણું વાંચન કર્યું. ...Read more
-
‘સમગ્ર મરીઝ’ એક દળદાર પુસ્તક છે. કવિ શ્રી રાજેશ વ્યાસે[મિસ્કીન] આ પુસ્તકનું સંપાદન કર્યું છે. પુસ્તકની પ્રસ્તાવનમાં સંપાદકે ‘મરીઝ’ના સાથે સંબંધ ધરાવતા જાણીતા અને અજાણ્યા પ્રસંગોનું પણ આલેખન કર્યું છે. એમણે ‘મરીઝ’ની ગઝલોની લાક્ષણિકતા પણ વિગતથી જણાવી છે.
સંગ્રહમાં ‘ચિતાર’ શીર્ષકથી રજૂ થયેલી ‘મરીઝ’ની કેફિયતમાં ‘મરીઝ’ની સાદાઈ, સરળતા અને નમ્રતા પ્રકટ થઈ છે. એમની ગઝલોમાં પણ એમની આ વિશેષતા પ્રકટ થઈ છે. એક શેર...
‘મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું;
તારી બધીય વાત મને જાણવા ન દે.’
‘મરીઝ’ની ખુમારી પ્રકટ થતી હોય એવો એક શેર...
‘આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.’
‘મરીઝ’ની ફરિયાદ વ્યક્ત થતી હોય એવો એક શેર...
‘જ્યારે કંઈ પણ ભીતર નથી મળતું,
કશું ઉપર ઉપર નથી મળતું.’
‘દૂરથી જોતાં આપણું લાગે,
એવું એકેય ઘર નથી મળતું.’
અને...
જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.’
સો વાતની એક વાત... પુસ્તક વસાવવા જેવું છે.
‘સમગ્ર મરીઝ’ એક દળદાર પુસ્તક છે. કવિ શ્રી રાજેશ વ્યાસે[મિસ્કીન] આ પુસ્તકનું સંપાદન કર્યું છે. પુસ્તકની પ્રસ્તાવનમાં સંપાદકે ‘મરીઝ’ના સાથે સંબંધ ધરાવતા જાણીતા અને અજાણ્યા પ્રસંગોનું પણ આલેખન કર્યું છે. એમણે ‘મરીઝ’ની ગઝલોની લાક્ષણિકતા પણ વિગતથી જણાવી છે.
સંગ્રહમાં ‘ચિતાર’ શીર્ષકથી રજૂ થયેલી...Read more