"પ્રિય ભાવક… મારે મન મૃગજળ એટલે… ઉર્વશી અને ઇન્દ્રની અનમોલ ક્ષણોની વાત… મૃગજળ એટલે મુશળધાર વરસેલા વરસાદ પછી ભીનાશ શોષી ગયેલા પ્રખર તાપની વાત… મૃગજળ એટલે પ્રેમનાં સ્મરણોને જીવાડવા રાતભર વરસેલી આંખોની વાત… મૃગજળ એટલે પુત્ર-વાંચ્છનાને લાગણીઓના વહેણમાં તરબોળ કરતી 'બેબે'ની વાત… મૃગજળ એટલે સહૃદય મિત્રોની દિલેરીની વાત… મૃગજળ એટલે અણધારી અથડાતી નફરતની વાત… મૃગજળ એટલે પ્રેમની પવિત્રતાને ઉજાગર કરી હૃદયને હચમચાવી મૂકતી અનરાધાર વરસતી પ્રેમની… છડીની વાત… મૃગજળની ઉર્વશીને પ્રેમ મળ્યો. જિંદગીનાં ન વિચારેલાં શમણાંનુ સુખ પરભારુ મળ્યું… છતાં પણ ઉર્વશીના પવિત્ર પ્રેમમાં ક્યાં ખોટ રહી ગઈ…? વિધિની વક્રતા કેવી…? એક વણલખ્યું પાનાનું આ કેવું સંધાણ…? વાંચવાનું ચૂકતા નહી એક લાગણીભીના હૈયાની હૃદયસ્પર્શી કથા ‘મૃગજળ’ને." - સાબિરખાન પઠાણ