જરાક વિચારો, કોઈ યુવાનના વિવાહ થયા હોય, યુવાન તેની વાગ્દત્તાની મોહિનીમાં એવો જકડાયેલો હોય કે તેની બધીજ શરતો માન્ય રાખે અને યુવતી શરત મૂકે કે હું મનફાવે ત્યાં મારી મરજીથી જઈશ, મારે તારી કોઈ રોકટોક ના જોઈએ, જો મને પૂછવામાં આવશે કે મારી જાસૂસી કરવામાં આવશે તો હું તને છોડીને જતી રહીશ, તો શું થાય? તમે શું વિચારો છો? હજુ તો રોમા સાથેના વિવાહને માંડ એકાદ મહિનો જ થયો હશે અને રોમાના દુર્ગુણો સમીરની સામે આંખો કાઢવા માંડ્યા! ગમે તેવું અગત્યનું કામ કેમ ના હોય, પણ રોમાને જ્યારે જવું હોય ત્યારે અને જ્યાં જવું હોય ત્યાં જતી રહે! પાછું પૂછાય પણ નહીં કે તે ક્યાં અને કોને મળવા જાય છે? શું કામથી જાય છે? જોકે એમાં રોમાનો પણ કંઈ વાંક નહોતો જ. તેણે સમીર સાથે વિવાહ કરતાં પહેલાં જ આ શરતો મૂકી હતી કે તે વિવાહ પછી પોતાની આઝાદીમાં દખલ કરવાનો સમીરને અધિકાર આપતી નથી. રોમા પોતાની અંગત બાબતોમાં સમીરની દખલગીરી કે બંધનો કોઈ કાળે સ્વીકારશે નહીં. સમીરે એમાં ચંચુપાત કરવાની જરૂર નથી. અને જો સમીર તેમાં ચંચુપાત કરશે તો રોમા તરત જ તેને છોડીને ચાલતી થઈ જશે. પછી સમીરનું જે થવાનું હોય તે થાય. માત્ર એટલું જ નહીં, પણ જો રોમાને ખબર પડશે કે સમીર તેની જાસૂસી કરે છે, તો પણ તેના સમીર સાથેના સંબંધનો અંત આવી જશે! ખરેખર શું ચાલે છે રોમાના દિમાગમાં? જાણવા માટે પળેપળે ઉત્સુકતા અને રોમાંચ જગાડતી ‘વિષકન્યા’ વાંચવી જ રહી.