-
"A KISS ઓન ધ ફોરહેડ" નોવેલનું શીર્ષક વાંચતા આપણે અંદરની વાર્તા વિશે પહેલો વિચાર શું આવે ખબર છે? 'લવ સ્ટોરી હશે!" હા ભાઈ, આ વાર્તા પ્રેમની છે, લાગણીની છે. લવ સ્ટોરી કોઈ કહે એટલે આપણને શું યાદ આવે? એક છોકરો અને એક છોકરી વચ્ચે પ્રેમ થાય, આગળ જતાં પરિવાર, સમાજના વિરોધ થાય અથવા તો સંમતિ આપે તો લગ્ન થાય. પ્રેમલગ્ન પછી પ્રેમ ઘટે. આવું બધું ઓછા વતા થાય. મતલબ કે લવ સ્ટોરીનો સુખદ અથવા તો દુઃખદ અંત આવે ખરો! પણ આ નોવેલ આપણી આ વિચારધારાને તોડે છે. આપણા અનુમાન પર સ્ટોપ લગાવી દે છે અને આપણને એક જ સવાલ કરે છે કે, "શું એક છોકરો અને એક છોકરી મિત્ર ના હોય શકે?" આનો જવાબ હા અથવા ના માં મળે. પરંતુ આ વાંચ્યા પછી આપણો જવાબ પણ 'હા' જ આવે. તો અહીંયા વાત છે હિર અને હ્નદયની. કોલેજીયન બે મિત્રની. હિરને તેનો જ પરિવાર અપશુકનિયાળ માને છે. એકદિવસ તેની જાણ બહાર તેનાં માતા પિતા છોકરાવાળાની ફેમિલી સાથે મુલાકાત ગોઠવે છે. તેમાં એક સુંદર ઘટના બને છે, જેનાથી તેનાં માબાપને કશો ફરક પડતો નથી. એક સમય એવો આવે છે કે હ્નદયના માબાપ હ્નદય અને હિર વચ્ચેની નિખાલસ દોસ્તીને પ્રેમ માની લે છે. વાચકને પણ એવું જ લાગે, પરંતુ અહીંયા લેખિકાના મગજમાં તો કંઈક અલગ સૂઝયું અને વાર્તા આખી પલટાઈ ગઈ. બંનેના જીવનમાં એવા કઈંક વળાંક આવ્યા કે વાચકને રહસ્યમયી પણ લાગે અને સાથે રોમાંચનો પણ અનુભવ કરાવે. વાર્તામાં આવતાં પાત્રોની વાત આવે તો સૌથી યાદગાર રહી જતું પાત્ર હોય તો 'હિર' તેનો મસ્તીખોર સ્વભાવ, ઝિંદાદિલી, ગમે તે પરિસ્થિતિને સાનુકૂળ રહેવાની તેની કળા આ બધું જ એવું સુંદર રીતે બતાવવામાં આવ્યું છે કે વાચકોને ના તો વાર્તા ભૂલાય કે ના તેનું આ પાત્ર. બીજું પાત્ર છે હ્નદય. તે થોડોક ઋજુ સ્વભાવનો છે. તે હિર જેટલો મજાકિયા સ્વભાવનો નથી, પણ સંબંધોને સાચવવામાં અને નિભાવવામાં એકદમ પાક્કો છે. મુખ્ય પાત્ર સિવાયના પાત્રોની વાત કરવામાં આવે તો હ્નદયના પિતા હાર્દિકભાઈ જેનો પુત્રપ્રેમ અને દરેક પરિસ્થિતિમાં પુત્રને મદદ કરવાની, દોસ્તની સાથે અડીખમ ઉભા રહેવાની રજુઆત પણ ખૂબ જ સુંદર છે કે તેનું પિતા તરીકેનું પાત્ર ખૂબ જ સરસ. હૃદયના મમ્મી દિવ્યાબેન કે જેઓ થોડાંક કડક સ્વભાવના, પણ સાથે લાગણીશીલ પણ. દીકરાની જીદ્દમાં મમતાની પટ્ટી ઉતારી તેનાં સુખી ભવિષ્ય વિશે વિચાર કરી નિર્ણય લેનાર આ પાત્ર પણ યાદગાર રહી જાય તેવું છે. હ્નદયનો ભત્રીજો ચિન્ટુ, એ તો જાણે હિરની ટક્કર લે તેવો. હિર જેવો જ મસ્તીખોર અને બોલકો. તેનું પાત્ર પણ ખૂબ જ સરસ. હવે વાર્તામાં આવતાં બીજા પાત્રો જેમકે હ્નદયના ભાભી, બંસરી અને પવન તથા અન્ય. બંસરી અને પવન કોણ એ સવાલ ચોક્કસ થાય, પણ આ વાર્તામાં જેટલું હિર અને હ્નદયનું મહત્વ છે તેટલું આ બંને પાત્રોનું છે. હવે સંવાદની વાત. સંવાદ વિશે તો કહીએ તેટલું ઓછું. છતાં ટૂંકમાં કહીશ કે વાચકના મસ્તિ્ષકમાં છવાઈને હ્નદયને સ્પર્શી જતાં લાગણીસભર, કરુણાસભર ચોટદાર સંવાદ. જેનો એક સંવાદ અહીંયા મૂકું છું. "પ્રેમ છે, જે વર્તનથી થાય છે. તો પછી શબ્દોની ક્યાં જરૂર?" ખરેખર સંવાદ વાંચીને મુખમાંથી આપોઆપ વાહ...! વાહ...! શબ્દો સરી પડે. અંતમાં એટલું જ કહીશ કે, પ્રેમ વિશે આપણે જે વિચારીએ છીએ, એક છોકરી અને છોકરાની દોસ્તી વિશે જે તર્ક લગાવીએ છીએ તે આ નોવેલ વાંચ્યા પછી કડડભૂસ થઇ જાય છે. કેમકે આ નોવેલ સાચી દોસ્તી શું છે એ સમજાવી જાય છે તો સાથે પ્રેમની કંઈક જુદી જ પરિભાષા શીખવી જાય છે. આટલી સુંદર નોવેલની સર્જન કરવાં બદલ લેખિકા હિરલબેન પુરોહિતનો ખૂબ ખૂબ આભાર. તેમના ઉપનામ 'સપ્તરંગી શબ્દ' ની માફક તેમની વાર્તાઓમાં પણ તેવો જ અનુભવ થાય છે. લેખક તો છે, પણ પહેલાં કવિ. કેમકે તેઓ સુંદર કવિતાઓ લખતાં લખતાં જ ગદ્યમાં ખેડાણ શરૂ કર્યું અને તેમાં પણ તેઓ સફળ રહ્યા તેનું ઉત્તમ ઉદાહરણ એટલે આ નોવેલ "A KISS ઓન ધ ફોરહેડ" અને અન્ય વાર્તાઓ. તો વાચકો અને ખાસ લવસ્ટોરી વાંચતા વાચકો હિરલ પુરોહિતની કલમે લાગણીની શ્યાહી થી લખાયેલ આ નોવેલ એકવાર અચૂક વાંચજો.
"A KISS ઓન ધ ફોરહેડ" નોવેલનું શીર્ષક વાંચતા આપણે અંદરની વાર્તા વિશે પહેલો વિચાર શું આવે ખબર છે? 'લવ સ્ટોરી હશે!" હા ભાઈ, આ વાર્તા પ્રેમની છે, લાગણીની છે. લવ સ્ટોરી કોઈ કહે એટલે આપણને શું યાદ આવે? એક છોકરો અને એક છોકરી વચ્ચે પ્રેમ થાય, આગળ જતાં પરિવાર, સમાજના વિરોધ થાય અથવા તો સંમતિ આપે તો લગ્ન થાય. પ્રેમલગ્ન પછી...Read more
-
...Read more
-
ભંવરમાં ફસાઈ જઈએ પછી? આ પ્રશ્નનો જવાબ કોરાણે મૂકી આપણે અનોખા ભંવરમાં ફસાવવાની વાત કરવી છે. એક એવું ભંવર જે ખૂબ જ મજા કરાવે અને તે છે રાજેન્દ્ર સોલંકીની કસાયેલી કલમે લખાયેલ નોવેલ “ભંવર”
એક્ટર બનવાના શમણાં આંખોમાં આંજી એક યુવાન વીરેન્દ્ર ઘર છોડી માયાનગરી મુંબઈમાં આવે છે. તે એ વાતથી અજાણ છે કે તેને કેવી કેવી મુસીબતનો સામનો કરવો પડશે. ટ્રેનમાં કોઈ તેનો પીછો કરી રહ્યું છે તે વાતથી અજાણ વીરેન્દ્ર પોતાના માબાપ શું વિચારશે તે વિચારમાં મુંબઈ પહોચી જાય છે. માયાનગરીમાં પગ મુકતાંની સાથે જ એક અજીબ ઘટના બને છે. તેમાં એક સારી વાત એ બને છે કે આ અજાણ્યાં શહેરમાં એક યુવક તેનો જીગરજાન મિત્ર બની જાય છે.
એકદિવસ વીરેન્દ્ર મુંબઈના ગેંગસ્ટર વેલજીભાઈ પાસે પહોચે છે. અને પછી? પછીનું રહસ્ય જાણવા અને વીરેન્દ્ર સાથે બનતી સિલસિલાબંધ ઘટનાઓના રહસ્યનો ભેદ ઉકેલવા તો આખી નોવેલ વાંચવી જ રહી.
એકદમ સીધા શબ્દોમાં આલેખાયેલી આ નોવેલના પાત્રો અને તેનું વર્ણન એટલું સુંદર છે કે વાચકની આંખો સામે જ તરવરી ઉઠે. સ્થળોનું વર્ણન એટલું સુંદર કરવામાં આવ્યું છે કે આપણે તે સ્થળ પર પહોચી ગયા હોઈએ તેવો અહેસાસ થાય. હદયના ધબકાર ચૂકવી દેતી, રહસ્યોની જાળમાં ફસાઈને, એકવાર ઘરે બેઠાં મુંબઈ નગરીમાં એક લટાર મારવા માટે વાચકોએ એકવાર રાજેન્દ્ર સોલંકીના ભંવરમાં ફસાવું જ રહ્યું.
તેમની અન્ય નોવેલ “પુનર્જન્મ”, “દેવત્વ”, “હવેલીનો હકદાર” , “આવેગ”, અને હાલમાં લખાઈ રહેલ “આઝાદીનો ચસ્કો” રહસ્ય અને રોમાંચથી ભરપુર છે. રાજેન્દ્ર સોલંકીની લેખનશૈલી એટલી અદ્ભુત છે કે તેમની ટુંકી વાર્તા હોય કે નવલકથા વાચકોના માનસપટ પર છવાઈ જાય છે. તેમની ઘણી ટૂંકી વાર્તાઓ ઘણા સામયિકોમાં પણ છપાઈ છે અને ઘણી સ્પર્ધામાં વિજેતા પણ રહી ચૂકેલ છે.
ભંવરમાં ફસાઈ જઈએ પછી? આ પ્રશ્નનો જવાબ કોરાણે મૂકી આપણે અનોખા ભંવરમાં ફસાવવાની વાત કરવી છે. એક એવું ભંવર જે ખૂબ જ મજા કરાવે અને તે છે રાજેન્દ્ર સોલંકીની કસાયેલી કલમે લખાયેલ નોવેલ “ભંવર”
એક્ટર બનવાના શમણાં આંખોમાં આંજી એક યુવાન વીરેન્દ્ર ઘર છોડી માયાનગરી મુંબઈમાં આવે છે. તે એ વાતથી અજાણ છે કે તેને કેવી...Read more
-
હ...હત્યા, મર્ડર, ખૂન... ! એક મર્ડર મિસ્ટ્રી....જે વાચકની આંખોમાંથી ઉંઘ ગાયબ કરી દે. પળેપળ શ્વાસોની ગતિને વધારી, એક રહસ્યને ઉકેલવા અંત સુધી વાંચવા મજબુર કરે તેવી આબિદ ખણુંસીયાની રસાળ કલમે લખાયેલ નવલકથા એટલે "હિમાની : થીજેલાં અશ્રુઓની હિમશીલા”
સીધી સાદી કૉલેજ કન્યા હિમાની તેની સખી મિતાલી સાથે મ્યુઝીક પ્રોગ્રામમાં જાય છે. ત્યાં તેની મુલાકાત સિંગર ચંદ્ર્નીલ સાથે થાય છે. તેના ગીતોથી પ્રભાવિત થઈ મિતાલી ચંદ્ર્નીલના પ્રેમમાં પડી જાય છે. સમય જતાં બંને મેરેજ કરે છે. લગ્નજીવનના સુખમય શમણાઓ આંખોમાં આંજી ચંદ્ર્નીલ સાથે પરણેલી મિતાલી સામે જયારે તેના પતિની વાસ્તવિકતા આવે છે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. તે ઉદાસ થઈ જાય છે. તેવામાં તેની સાથે સગાઇ થવાની હતી તે યુવાન સાથે તેની ઓચિંતી મુલાકાત થાય છે. હિમાનીને તેના મિત્રની હૂંફથી તેનું ડામાડોળ લગ્ન સ્થિર થવાની આશા બંધાય છે પરંતુ વિધિએ કઈંક જુદું નિર્માણ કર્યું હતું. મૃણાલિની હત્યાના કરવા આરોપ સાથે ચંદ્રનીલની ધરપકડ થાય છે. કોણ છે આ મૃણાલીની? શા માટે તેની હત્યા કરવામાં આવી? શું ચંદ્ર્નીલે તેની હત્યાકરી છે કે બીજા કોઈએ? શું છે આની પાછળનું રહસ્ય? આ તમામ સવાલોના જવાબ મેળવવા હિમાની નોવેલ વાંચવી જ રહી.
વાચક પાત્રો સાથે જોડાઈ જાય તેવું પાત્રોનું વર્ણન ખૂબ સુંદર છે. બિનજરૂરી વર્ણનો ન હોવાથી નોવેલ એક સડસડાટ વહેતી નદીની માફક એકીબેઠકે વંચાઈ જાય છે. લાગણીનાં તાણાવાણાથી ગુંથાયેલી અને સસ્પેન્સ અને થ્રીલરથી ભરપુર નોવેલ લખનાર લેખક આબિદ ખણુંસીયાની રસાળ શૈલીમાં લખાયેલ તેમની અન્ય નવલકથાઓ અને નવલિકાઓ જેમકે “પ્રેમ અગન, “સ્વર્ણિમ ગામ”, મૃગજળનાં મોતી, ભીની રેત સુકા કિનારા, “ શમણાં ઝંઝાવાતનાં”, “સપનાં લીલાંછમ" ની જેમ અંત સુધી વાંચવા મજબુર કરે તેવી છે. હદયને સ્પર્શતા લાગણીથી તરબતર સંવાદો ક્યારેક આંખોના ખૂણાને પણ ભીંજવી દે છે. તેમની ઘણી ટૂંકી વાર્તાઓ અનેક પૂર્તિઓમાં છપાઈ છે અને વિજેતા પણ રહી ચુકેલ છે.
હ...હત્યા, મર્ડર, ખૂન... ! એક મર્ડર મિસ્ટ્રી....જે વાચકની આંખોમાંથી ઉંઘ ગાયબ કરી દે. પળેપળ શ્વાસોની ગતિને વધારી, એક રહસ્યને ઉકેલવા અંત સુધી વાંચવા મજબુર કરે તેવી આબિદ ખણુંસીયાની રસાળ કલમે લખાયેલ નવલકથા એટલે "હિમાની : થીજેલાં અશ્રુઓની હિમશીલા”
સીધી સાદી કૉલેજ કન્યા હિમાની તેની સખી મિતાલી સાથે મ્યુઝીક...Read more
-
રાવણ એક એવું ઇતિહાસનું પાત્ર કે જેને યાદ કરીએ એટલે સાથે ભગવાન વિષ્ણુનાં અવતાર શ્રી રામનું નામ જોડાઈ જ જાય. ઘણી ભાષામાં લખાયેલ રામાયણમાં રચયિતાઓએ રાવણને પોતાની રીતે આલેખ્યો છે. વિદ્વાન બ્રાહ્મણ છતાં રાક્ષસમાં જેની ગણના થઈ તે રાવણની કંઈક અજાણી વાતોને સુંદર રીતે લખી સૌ વાચકો સામે રસપ્રદ રીતે પીરસી છે લેખક જ્યોતિન્દ્ર મહેતા સરે. રાવણ વિશે અને અન્ય બાબતો પર લખાયેલ માયથોલોજીકલ નવલકથા એટલે "વયં રક્ષ" પુરાણોમાં ઘણું બધું છે જે આપણાથી અજાણ અને આપણે તેનાથી અજ્ઞાત છીએ. તે તમામ બાબતો વિશે વયં રક્ષમાં આલેખાયેલ છે. કાળો જાદુ, વિદ્યા, તંત્ર -મંત્ર સાધના જેવા તમામ શબ્દોથી આપણે પરિચિત છીએ, પણ તેની શક્તિ વિશે લેખક શ્રી એ ખૂબ જ સુંદર વર્ણન કરેલું છે. નોવેલ વિશે વાત કરવામાં આવે તો તેનો સિનોપ્સીસ કંઈક આવો છે. અહંકાર સ્વરૂપ દશાનન રાવણ અને અયોધ્યાપતિ દશરથ નંદન શ્રી રામ વચ્ચે યુદ્વ ચાલુ છે. રાવણનાં મહાન યોદ્ધા એક પછી એક મરી રહ્યા છે. વાનરસેના રાવણની સેનાનો કચ્ચરઘાણ વાળી રહી છે. રાવણ યુદ્વ જીતવા નીરથર્ક પ્રયત્ન કરે છે. રાવણ અને તેનાં પૂર્વજો તથા ઘણાં રક્ષ વિદ્વાનો દ્રારા લખાયેલ પુસ્તકો રાવણનાં પુસ્તકાલયમાં સચવાયેલ હોય છે. રાવણપુત્ર અતિકાયની પત્ની સુકન્યા વંશવેલો ટકાવી રાખવા લંકા છોડવાનો નિર્ણય કરે છે. રાવણની પુત્રવધુ તેનાં ત્રણ સંતાનો બે પુત્રી અને એક પુત્ર સાથે રાવણનાં પુસ્તકાલયમાંથી મહત્વપૂર્ણ પુસ્તકો લઈ લંકા છોડી નીકળી જાય છે. રાવણને જાણ થતા ક્રોધે ભરાઈ છે. તે શ્રાપ આપે છે. રાવણની પુત્રવધુ અને તેનાં સંતાનોનું શું થાય છે? રાવણે આપેલ શ્રાપનું શું પરિણામ આવશે? તે જાણવા તો આખી નોવેલ વાંચવી પડે. નોવેલમાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ ઘણાં રહસ્યો ઉકેલાય ત્યાં બીજા રહસ્યો ઉભા થાય તે આગળ વાંચવા મજબુર કરી દે છે. એમ પણ કહી શકાય કે વાચક એકવાર આ નોવેલ વાંચવાની શરૂઆત કરે એટલે લેખકે પાથરેલી રહસ્યજાળમાં વાચક એવો ફસાય કે અંત સુધી નોવેલ છોડી નાં શકે અને મુકવાનું મન પણ નાં થાય. સરળ પ્રવાહમાં લખાયેલ નોવેલ અંત સુધી જકડી રાખે છે. તેનાં માટે કહી શકાય કે મહેતા સાહેબનાં લખાણમાં છૂપું ચુંબકીય તત્વ છે!! વાર્તામાં આવતાં પાત્રોની વાત કરવામાં આવે તો પાત્રાલેખન એટલું સરસ છે કે વાચક નોવેલની શરૂઆતથી જ પાત્ર સાથે કનેક્ટ થઈ જાય છે. રુદ્રા, અજય, સામ, અથર્વ, અઘોરા જેવા અનેક પાત્રો છે જે વાચકને મજા કરાવે તો ક્યારેક હ્નદયનાં ધબકારા ચૂકવી પણ દે છે. નોવેલ આમ તો માયથોલોજીકલ અને તેમાંય સસ્પેન્સ એટલે વાંચવાની મજા આવે એવી છે. ક્યાંય બોરિંગ નાં લાગે તેનું મહેતા સાહેબે ખૂબ જ ધ્યાન રાખ્યું છે. નાનામાં નાની બાબતો અને માહિતીની રજુઆત પણ સુંદર રીતે વાર્તામાં વણી લેવામાં આવી છે. 32પ્રકરણ સુધી વાંચવા મજબુર કરતી નોવેલમાં કોઈ ભૂલ શોધવાનું કહે તો મારાં મતે પરિણામ શૂન્ય આવે. કારણકે મને કોઈ ભૂલ ધ્યાને નથી આવતી. આ નોવેલમાં એક રસપ્રદ વાત એ પણ છેકે આ નોવેલની અમુક વાર્તાનાં તાર મહેતાજી એ લખેલ અન્ય નોવેલ સાથે પણ જોડાયેલ છે, જેથી વાચક અમુક રહસ્ય જાણવા તે નોવેલ વાંચવા પોતાની જાતને રોકી નાં શકે. મહેતા સાહેબની ચુંબકીય કલમે લખાયેલ વયં રક્ષ સિવાય અન્ય માયથોલોજીકલ, સસ્પેન્સ નોવેલની વાત કરીએ તો તે છે, " સમયબંધન ", સંભવામી યુગે યુગે " (ભાગ :1,2), " અતિકર્ણ " અને અન્ય ઘણી રસપ્રદ વાર્તા અને નોવેલો લખી છે જે વાચકને એકવાર શરૂઆત કર્યા પછી મુકવાનું મન નાં થાય તેવી છે.
રાવણ એક એવું ઇતિહાસનું પાત્ર કે જેને યાદ કરીએ એટલે સાથે ભગવાન વિષ્ણુનાં અવતાર શ્રી રામનું નામ જોડાઈ જ જાય. ઘણી ભાષામાં લખાયેલ રામાયણમાં રચયિતાઓએ રાવણને પોતાની રીતે આલેખ્યો છે. વિદ્વાન બ્રાહ્મણ છતાં રાક્ષસમાં જેની ગણના થઈ તે રાવણની કંઈક અજાણી વાતોને સુંદર રીતે લખી સૌ વાચકો સામે રસપ્રદ રીતે પીરસી છે...Read more